Friday, January 17, 2025
HomeWC 2019 : ICCની જાહેરાત, આ ટીમની સામે સેમિફાઇનલમાં રમશે ટીમ...
Array

WC 2019 : ICCની જાહેરાત, આ ટીમની સામે સેમિફાઇનલમાં રમશે ટીમ ઇન્ડિયા

- Advertisement -

ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની છેલ્લી લીગ મેચમાં સાઉથ આફ્રિકાએ ઓસ્ટ્રેલિયાને 10 રનથી હરાવી દીધુ. આ મેચના પરિણામ પરથી નક્કી થઇ ગયુ કે કઇ ટીમ સેમિફાઇનલમાં એકબીજા વિરુદ્ઘ રમશે.

ટીમ ઇન્ડિયા 15 પૉઇન્ટની સાથે સૌથી ઉપર છે જ્યારે ચોથા નંબરની ટીમ ન્યૂઝીલેન્ડ છે. આ બંને ટીમ એકબીજા સામે રમશે. તો બીજા સ્થાન પર ટીમ ઓસ્ટ્રેલિયા અને ત્રીજા સ્થાન પર ટીમ ઇંગ્લેન્ડની વચ્ચે બીજી સેમિફાઇનલ મેચ રમાશે.

 

આ પહેલા ટીમ ઇન્ડિયાએ પોતાની છેલ્લી લીગ મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવીને પૉઇન્ટ ટેબલ પર પહેલુ સ્થાન મેળવ્યુ. ટીમ ઇન્ડિયાના કુલ 15 પૉઇન્ટ છે અને ઓસ્ટ્રેલિયાના 14 પૉઇન્ટ છે. ઇંગ્લેન્ડના 12 તો ન્યૂઝીલેન્ડના કુલ 11 પૉઇન્ટ છે. હવે 9 જૂલાઇએ ટીમ ઇન્ડિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પહેલી મેચ રમાશે. આ મેચમાં માનચેસ્ટરના ઑલ્ડ ટ્રેફર્ડ ગ્રાઉન્ડ પર રમાશે.

તો ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડની વચ્ચે 11 જૂલાઇએ બીજી સેમિફાઇનલ બર્મિધમમાં રમાશે. ઓસ્ટ્રેલિયાને 9 મેચમાંથી 7માં જીત જ્યારે 2 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. તો મેજબાન ઇંગ્લેન્ડે 9માંથી 6 મેચ જીતી છે અને 3 મેચ હારી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular