આઇસીસી વર્લ્ડ કપ 2019ની 40મી મેચમાં ટીમ ઇન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે અજબેસ્ટન મેદાન પર મુકાબલો યોજાશે. બંને ટીમના કેપ્ટન વચ્ચે ટોસ થયો છે. જેમાં ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ભારતીય ટીમને સેમીફાઇનલમાં પહોંચવા માટે એક પોઇન્ટ જરૂરી છે. બાંગ્લાદેશ કોઇપણ ટીમનો ખેલ બગાડી શકે છે.
15 ઓવરને અંતે સ્કોર
વર્લ્ડ કપ 2019ની બાંગ્લાદેશ વિરુદ્ધ ઓપનર રોહિત શર્માએ 45 બોલમાં અર્ધ સદી ફટકારી છે. ભારતનો સ્કોર 15 ઓવરને અંતે વિના વિકેટના નુકશાને 94 થયો. રોહિત શર્મા (52) અને કેએલ રાહુલ (41) રન બનાવ્યા છે.
– બાંગ્લાદેશ વિરુદ્ધ ટીમ ઇન્ડિયાની મજબુત શરૂઆત થઇ છે. ઓપનર રોહિત શર્મા ફોર્મમાં દેખાઇ રહ્યા છે. ભારતનો સ્કોર વિના વિકેટના નુકશાને 8 ઓવરને અંતે 50 પૂર્ણ થયો.
– ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો. ટીમ ઇન્ડિયામાં કુલદીપ-જાધવની જગ્યાએ ભુવી-કાર્તિકનો સમાવેશ કરાયો છે.
એજબેસ્ટનમાં યોજાનારી મેચમાં ભારતને સતર્ક રહેવું પડશે. આમ તો ભારત સેમીફાઇનલમાં જવાથી એક અંકનાં અંતર પર જ છે પરંતુ જો બાંગ્લાદેશ વિરૂદ્ધ તેને જો હાર મળે છે તો તેનું શ્રીલંકા વિરૂદ્ધ મેચ કરો યા મરો જેવી થઇ જશે. બાંગ્લાદેશ કોઇ પણ ટીમનો ખેલ બગાડી શકે છે.
2007 વિશ્વ કપમાં આ ટીમે ભારતને માત આપીને શરૂઆતનાં દોરથી બહાર કરી દીધા હતાં. એવામાં ભારતને બાંગ્લાદેશની વર્તમાન ફોર્મને જોઇને સતર્ક રહેવું પડશે. એવામાં બાંગ્લાદેશનાં 5 ખેલાડી એવાં છે કે જે મેચમાં કોઇ પણ સમયે ભારતનો ખેલ બગાડી શકે છે.
પ્લેઇંગ ઇલેવન
બાંગ્લાદેશ: તમીમ ઇકબાલ, સૌમ્ય સરકાર, શાકિબ અલ હસન, મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), લિટન દાસ, મોસાદ્દેક હુસૈન, સબ્બીર રહમાન, મોહમ્મદ સૈફુદ્દીન, મશરફે મુર્તજા (કેપ્ટન), રૂબેલ હુસૈન, મુસ્તાફિજુર રહમાન
ભારત: લોકેશ રાહુલ, રોહિત શર્મા, વિરાટ કોહલી (કેપ્ટન), ઋષભ પંત, દિનેશ કાર્તિક, એમએસ ધોની (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, યુજવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ