સેમીફાઇનલમાં ભારતની હારથી ફેન્સ ખૂબ નિરાશ છે. ક્રિકેટના દિગ્ગજ પોતાના હિસાબથી વિશ્લેષણ અને હારના કારણોની સમીક્ષા કરી રહ્યા છે. આ વચ્ચે રોહિત શર્માએ ટ્વિટ કરીને હારથી નિરાશ ફેન્સને પોતાનું દુ:ખ શેર કર્યું છે.
આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2019માં રનોનો રેકોર્ડ કરનાર સ્ટાર ભારતીય ઓપનર રોહિત શર્મા સેમીફાઇનલમાં ભારતની હાર બાદ ખૂબ દુ:ખી છે. આ મેચમાં ન્યૂઝીલેન્ડના હાથે હાર્યા બાદ ભારતનો ત્રીજી વખત વર્લ્ડકપ જીતવાનું સપનું ચકનાચૂર થઇ ગયું છે.
રોહિત શર્માએ ભારતના વર્લ્ડકપથી બહાર થયા બાદ પોતાના ફેન્સને ભાવુક સંદેશ આપ્યો છે. રોહિત શર્માએ ટ્વિટ કરીને ફેન્સને વર્લ્ડકપર નહીં જીતી શકવાનું દુ:ખ શેર કર્યું છે. રોહિત શર્માએ ટ્વિટ કરતાં લખ્યું, ‘એક ટીમના રૂપમાં અમે મહત્વના સમય પર પ્રદર્શન કરવામાં અસફળ રહ્યા, 30 મીનિટની ખરાબ ક્રિકેટે અમારી પાસેથી વર્લ્ડકપ જીતવાની તક છીનવી લીધી. મારું દિલ ભારે છે અને મને ખબર છે કે તમારું પણ હશે. ઘરની બહાર અમને જોરદાર સમર્થન મળ્યું. ઇંગ્લેન્ડમાં જ્યાં પણ અમે રમ્યા ત્યાં સ્ટેડિયમને વાદળી રંગમાં રંગવા માટે આભાર.’