Saturday, April 26, 2025
HomeWC 2019 : 'સુપર સનડે', અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઇન્ડિયા રમશે...
Array

WC 2019 : ‘સુપર સનડે’, અત્યાર સુધી અજેય રહેલી ટીમ ઇન્ડિયા રમશે ઇંગ્લેન્ડ સામે

- Advertisement -

ટીમ ઇન્ડિયા આજે વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ વિરુદ્ઘ એક વધુ જીતની સાથે સેમિફાઇનલમાં પહોંચવાના લક્ષ્મ સાથે રમશે.

6 મેચમાં અત્યાર સુધી અજેય વિરાટ કોહલી એન્ડ કંપનીએ 5 જીતની સાથે 11 પૉઇન્ટ કરી દીધી છે અને જો આજે રમાઇનારી મેચમાં ટીમ ઇન્ડિયા જીતી જાય તો સેમિફાઇનલમાં એન્ટ્રી થિ જશે. જ્યારે ઇંગ્લેન્ડ માટે આ મેચ ‘કરો યા મરો’ જેવી છે. ઇંગ્લેન્ડે અત્યાર સુધી 7 મેચમાં રમી, જ્યારે પૉઇન્ટ ટેબલમાં 8 પૉઇન્ટ છે, જો તે આ મેચ હારી જાય તો વર્લ્ડ કપમાંથી બહાર થઇ જશે.

વર્લ્ડ કપ પહેલા  કેપ્ટન ઇયોન મોર્ગન, જોય બટલર, જૉની બેયરસ્ટો, બેન સ્ટોક્સ, જોફરા આર્ચર જેવા ખિલાડીઓવાળી ઇંગ્લેન્ડ ટીમને સૌથી પ્રબળ દાવેદારમાં ગણવામાં આવતી હતી, જોકે ફોર્મમાં ઠીક રહેલી ઇંગ્લેન્ડની ટીમના સેમિફાઇનલમાં જવા પણ ફાંફા પડી રહ્યા છે તેવુ લાગી રહ્યુ છે.

બર્મિધમમાં ભારતીય દર્શકો મોટી સંખ્યામાં હશે જેનાથી મેજબાન ટીમ પર વધારે દબાણ રહેશે. જોકે ઇંગ્લેન્ડ હાલમાં એક વાતથી પોતાના મનોબળમાં વધારો કરી શકે કે ઘરેલૂ મેદાનમાં ગત સીરિઝમાં ટીમ ઇન્ડિયાને 2-1થી હરવી હતી. જોકે તે સીરિઝમાં બૉલિંગ માટે ટીમ ઇન્ડિયાના ટ્રમ્પકાર્ડ જસપ્રીત બુમરાહ ન હતો.

ઇંગ્લેન્ડના બેટ્સમેન જૉની બેયરસ્ટો પૂર્વ ક્રિકેરો માઇકલ વૉન અને કેવિન પીટરસન પર ટિપ્પણી લઇને મુશ્કેલીમાં છે. બેયરસ્ટોએ ટીમ ઇન્ડિયાની સાથેની મેચ પહેલા કહ્યુ કે, ”લોકો અમને ટાર્ગેટ કરવા માટે રાહ જોતા હોય છે. ઇંગ્લેન્ડના તમામ રમતમાં આવુ જ થાય છે.” માઇકલ વૉર્નને આ વાતને ખિલાડીની નકારાત્મક વિચારસરણી જણાવી છે.

કુલદીપ-ચહલ ઉઠાવી શકે છે ફાયદો:

આજે રમાઇ રહેલી મેચમાં વાતાવરણ સારુ રહેશે. સુખી પિચ પર ટર્ન જોવા મળી શકે છે. એવામાં ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહની સાથે ટીમ ઇન્ડિયામાં શામેલ યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવની જોડી ઇંગ્લેન્ડ માટે ઘાતક સાબિત થઇ શકે છે.

મિડલ ઓર્ડર નબળાઇ:

પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વિરુ્ઘ ઇંગ્લેન્ડને ટાર્ગેટ પૂરો કરતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તો બીજી તરફ ટીમ ઇન્ડિયાના બેટ્સમેન રોહિત શર્મા, કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા શાનદાર ફોર્મમાં છે. ગત મેચમાં ધોનીની એ પણ સારી ઇનિંગ રમી. જોકે ટીમ ઇન્ડિયાનો મિડલ ઓર્ડર ચિંતાનો વિષય બની શકે છે.

નંબર 4 પર આવનારા વિજય શંકરની ફોર્મ ખૂબ જ ઠીક રહ્યુ છે. જોકે યુવા બેટ્સમેન રિષભ પંતને રમાડવામાં આવશે કે નહી તે અંગે કોઇ સ્પષ્ટતા કરવામાં આવી નથી.  ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ”ટીમ ઇન્ડિયા જીતી રહી છે જેથી પ્લેઇંગ XIમાં કોઇ ફેરફાર ના કરવામાં આવે.”

પાક. કરશે ટીમ ઇન્ડિયાને જીત માટે સમર્થન:

ભારતીય ક્રિકેટ ટીમ જ્યારે ઇંગ્લેન્ડ વિરુદ્ઘ રમવા માટે ઉતરશે ત્યારે પાકિસ્તાની ટીમ પણ સમર્થન કરશે કે ભારત ટીમ જીતે. વાસ્તવમાં જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને હરાવી દે તો પાકિસ્તાન સેમિફાઇનલમાં પહોંચી શકે છે.

અફધાનિસ્તાન વિરુદ્ઘ મેચ પહેલા પાકિસ્તાનના 7 મેચની સાથે 7 પૉઇન્ટ હતા અને પૉઇન્ટ ટેબલ પર છઠ્ઠા સ્થાન પર હતી. ઇંગ્લેન્ડ 7 મેચના 8 પૉઇન્ટ છે. જો ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડને હરાવી દે તો પાકિસ્તાન પૉઇન્ટ ટેબલ પર ઉપર પહોંચી જશે. પાકિસ્તાન હવે 5 જૂલાઇના બાંગ્લાદેશ સામે રમશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular