અમે પ્રસ્તાવમાં તમામ સવાલના જવાબ આપ્યા, તેઓ નિર્ણય નથી કરી શકતા જે ચિંતાની વાત છે : કૃષિ મંત્રી

0
0

કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે ગુરૂવારે નવા કૃષિ કાયદા પર કેન્દ્ર સરકારનો પક્ષ રાખ્યો. તેઓએ કહ્યું કે સરકાર સંસદના છેલ્લા સત્રમાં 3 કાયદાઓ લઈને આવી હતી. કૃષિ ક્ષેત્રના આ કાયદા, જેમાં કૃષિ ઉપજનો વેપાર અને વાણિજ્ય, મૂલ્ય અને આશ્વાસન સાથે સંબંધિત છે. આ કાયદાઓ પર લોકસભા અને રાજ્યસભમાં તમામ પક્ષના સાંસદોએ 4-4 કલાક સુધી પોતાના વિચારો રજૂ કર્યા. લોકસભામાં આ બિલ પસાર થયું. રાજ્યસભામાં 4 કલાક ચર્ચા ચાલી. તે દિવસે એક અભદ્ર ઘટના પણ વિપક્ષના સભ્યો કરી. આજે ત્રણેય કાયદાઓ લાગુ છે.

તેઓએ કહ્યું કે કૃષિ ક્ષેત્રે ખાનગી રોકાણો ગામડાંઓ અને ખેતરો સુધી પહોંચ્યા, જેની સંભાવના લગભગ ઓછી હતી. સરકારે વડાપ્રધાનના નેતૃત્વમાં સતત ખેતી અને ખેડૂતને આગળ વધારવા, 2022 સુધી ખેડૂતોની આવક બમણી કરવા, કૃષક અનુદાન વધારવા માટે કામ કર્યા.

કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે 2014 પહેલાં યુરિયાની અછત જોવા મળતી હતી. રાજ્યને યુરિયાની જરૂરિયાત રહેતી હતી, તે સમયે મુખ્યમંત્રી દિલ્હીમાં ડેરો નાખીને બેસી રહેતા હતા. બ્લેક માર્કેટિંગ થતું હતું. યુરિયાની લૂંટની ઘટનાઓ પણ ઘટતી હતી. વડાપ્રધાન મોદીએ યુરિયાને નીમ કોટિંગનું કામ કરડાવ્યું અને છેલ્લાં 6 વર્ષથી દેશમાં ખેડૂતોને યુરિયાની કોઈ જ અછત નથી.

સરકારના પ્રયાસ છે કે ખેડૂતો મંડીની ચુંગલમાંથી મુક્ત થાય

દેશને અપેક્ષા હતી કે કાયદાના માધ્યમથી આપણે કૃષિને આગળ ધપાવવાની જરૂર છે. કાયદો આવ્યો તો સરકારના પ્રયાસ હતા કે ખેડૂતો મંડીની ચુંગલમાંથી મુક્ત થાય અને મંડીના વર્તુળમાંથી બહાર આવીને પોતાનો માલ કોઈને પણ, ગમે ત્યાં વેચવા માટે આઝાદ બને.

મંડીથી બહાર જે ટ્રેડ થશે, તેના પર ટેક્સ નહીં લાગે. ખેડૂતોને પોતાનો માલ વેચવાની સ્વતંત્રતા મળે, ટેક્સ વગર ખરીદ-વેચાણને પ્રોત્સાહન મળે, તેમાં શું સમસ્યા છે. હાલ કોઈ કાયદો નથી કે કૃષિ ઉપજ વેચ્યા પછી 3 દિવસની અંદર જ ચુકવણી થઈ જાય. હવે કાયદામાં આ જોગવાઈ કરવામાં આવી છે.

ખેડૂતને તેમની જમીનની પૂરેપૂરી સુરક્ષા

કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કિસાન અને તેમની જમીનને સંપૂર્ણપણે સુરક્ષા આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખેડૂતોની વચ્ચે વિવાદ થાય તો SDM 30 દિવસમાં તેનું સમાધાન લાવશે. તેવી પણ જોગવાઈ છે કે નિર્ણય જો ખેડૂતના વિરૂદ્ધમાં જતો હોય તો પણ વસૂલી આપવામાં આવેલી કિંમતની જ થશે. વસૂલીના નિર્દેશ SDM દ્વારા ખેડૂતોની વિરૂદ્ધમાં નહીં થાય. ભૂમિ સુરક્ષિત રહે તે દિશામાં સરકારે વિમર્શ કર્યો છે.

સરકાર સતત વાતચીત કરતી રહી

તોમરે કહ્યું કે આ કાયદાને દેશભરમાં આવકારવામાં આવ્યું. આ વચ્ચે એવા પણ ઉદાહરણો મળ્યા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશમાં તાત્કાલિક ચુકવણી કરાવવામાં આવી. આ સિલસિલો ચાલતો હતો કે કેટલાંક ખેડૂતો અને કેટલાંક યુનિયન આંદોલન કરવા લાગ્યા. પંજાબની ખેડૂત યુનિયનના લોકો સાથે 14 ઓક્ટોબર અને 13 નવેમ્બરે વાતચીત થઈ.

અમે લોકો સતત ચર્ચા માટે તૈયાર હતા. વાતચીત ચાલી રહી હતી કે આ વચ્ચે 26-27 નવેમ્બરે આંદોલનની જાહેરાત થઈ. અમે 3 ડિસેમ્બરે મંત્રણા માટે આમંત્રણ મોકલ્યું. ઠંડી છે, કોવિડનો કહેર છે તેથી વિચાર્યું કે વાતચીત જલ્દીથી થવી જોઈએ. જે બાદ 1,3 અને 5 ડિેસેમ્બરે વાતચીત કરવામાં આવી. 7 તારીખે ફરીથી બેઠકની વાત થઈ. તે વચ્ચે 8 તારીખે રાત્રે પણ વાતચીત થઈ.

એવી પરિસ્થિતિ બની કે તેમના તરફથી કોઈ જ ભલામણ આવતી ન હતી. અમને લાગ્યું કે ખેડૂતોના મુદ્દા છે અને શંકા પણ છે. તેઓ રહીરહીને કાયદો પરત ખેંચવાની વાત પર જ આવી જાય છે. અમે સતત એમ જ પૂછ્યું કે એક્ટની કઈ કઈ જોગવાઈ છે, જેમાં ખેડૂતોને મુશ્કેલી છે, તેના પર ચર્ચા કરીએ.

યુનિયને મુદ્દાઓ ન જણાવ્યા તો અમે પ્રસ્તાવ મોકલ્યો

તોમરે કહ્યું કે ખેડૂતોના મુદ્દાઓ યુનિયન તરફથી ન આવ્યા તો અમે તેઓને મુદ્દાઓ માર્ક કરીને જણાવ્યા. તે મુદ્દાઓ પર તબક્કાવાર પ્રસ્તાવ મોકલીને અમે મોકલ્યો. કાયદાને રદ કરવાની માગ હતી. અમારો પક્ષ છે કે કાયદાની તે જોગવાઈઓ જેના પર આપત્તિ છે, તેના પર સરકાર ખુલ્લા મનથી વિચાર કરવા માટે તૈયાર છે.

કાયદો યોગ્ય નથી તેવી વાત સામે આવી. કેટલાંક લોકોએ કહ્યું કે કૃષિ રાજ્યનો વિષય છે અને કેન્દ્ર કાયદો ન બનાવી શકે. અમે કહ્યું કે ટ્રેડ માટે કેન્દ્રને કાયદો બનાવવાનો અધિકાર છે અને અમે ટ્રેડ સુધી જ સીમિત રહ્યાં છીએ.

ફરી કહ્યું- MSP પ્રભાવિત નહીં થાય

તોમરે કહ્યું કે આ કાયદાથી MSP પ્રભાવિત નહીં થાય. ખેડૂતોને એવું લાગે છે કે નવા ટ્રેડ એક્ટમાં તેમની APMCને અસર થશે. મંડી મુશ્કેલીમાં આવી જશે. અમે કહ્યું કે ટેક્સ લાગે છે તો વેપારી ટેક્સની વસૂલી ખેડૂત પાસેથી જ કરે છે. તેમ છતાં અમે આ આશંકા પર વિચાર કરવાની વાત કરી.

અમે કહ્યું કે રાજ્ય સરકાર ખાનગી મંડીઓના રજિસ્ટ્રેશનની વ્યવસ્થા લાગુ કરી શકશે. અમારા એક્ટમાં તે જોગવાઈ છે કે પાન કાર્ડથી જ ખરીદી થઈ શકશે. સરકારને હતું કે વેપારીઓ અને ખેડૂતો લાયસન્સી રાજથી બચી શકશે.

SDM સૌથી નજીક તેથી તેમને અધિકાર આપ્યા

તેઓને લાગતું હતું કે પાન કાર્ડ કોઈની પણ પાસે હોય અને કોઈ પણ ખરીદીને ભાગી શકે છે. અમે આ અંગે પણ વિચાર કરવાની વાત કરી. અમે કહ્યું કે રાજ્ય સરકાર આ પ્રકારના રજિસ્ટ્રેશન માટે અધિકૃત હશે અને નિયમ બનાવી શકશે. તેમનો મુદ્દો હતો કે વિવાદના ઉકેલ માટે SDMને અધિકૃત કર્યા છે અને અપીલ કલેકટરની પાસે હશે.

અમને લાગતું હતું કે ગામડાંઓમાં ખેડૂતની સૌથી નજીક અધિકારી SDM હોય છે. જ્યૂડિશિયરીના ક્ષેત્રમાં અમને લાગતું હતું કે ત્યાં સમય લાગશે. અમને હતું કે SDMને અધિકૃત કર્યા હતા. તેઓને લાગતું હતું કે કોર્ટમાં જવાની સુવિધા હોવી જોઈએ. અમે આ વિકલ્પ આપવાની પણ વાત કરી. તેના પર અમે લેખિત આશ્વાસન સરકાર, ખેડૂત અને યુનિયનોને આપી શકીએ છીએ.

અમને ખેડૂતોની ચિંતા

તોમરે કહ્યું કે વીજળીના મામલે તેઓને ચિંતા હતી. અમે કહ્યું હતું કે વર્તમાન સમયમાં જે વ્યવસ્થા હતી તે જ યથાવત રહેશે તેમાં કોઈ જ ફેરફાર નહીં થાય. અમે એક પ્રપોઝલ આપ્યું, તેઓએ વિચાર-વિમર્શ કર્યું. તે લોકોના તમામ પ્રશ્નોના ઉત્તર આપ્યા પછી પણ તેઓ કોઈ જ નિષ્કર્ષ પણ નથી આવી શક્યા.

ખેડૂતોનો વિષય છે, તેઓ ઠંડીમાં એટલી સંખ્યામાં બેઠા છે અને કોવિડનો સમય છે એવામાં અમને ઘણી જ ચિંતા થાય છે. હું ખેડૂતોને આગ્રહ કરવા માગુ છું કે તમારા પ્રશ્નોના સમાધાન માટે લેખિતમાં સરકારે પ્રસ્તાવ મોકલ્યો છે. તમે તેના પર વિચાર કરો અને જ્યારે પણ ચર્ચા માટે કહેવામાં આવશે, ભારત સરકાર હંમેશા તૈયાર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here