કોરોના વર્લ્ડ : 2.11 લાખ મોત: ટ્રમ્પે કહ્યું- મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, દોષી સાબિત થશે તો દંડ પણ થશે

0
8

ન્યૂયોર્ક. વિશ્વભરમાં કોરોનાના 30.65 લાખ કસ નોંધાય ચૂક્યા છે. અત્યાર સુધીમાં 2 લાખ 11 હજાર 607 લોકોએ જીવ ગુમાવ્યા છે. 9.22 લાખ લોકોને સારવાર પછી રજા આપવામાં આવી છે. ઈઝરાયલમાં ત્રણ મેથી સ્કૂલો ખૂલશે. ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા છે. ટ્રમ્પે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

અમેરિકામાં પોઝિટિવ કેસનો આંકડો 10 લાખને પાર

અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 1303 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં અત્યાર સુધીમાં મૃત્યુઆંક 56 હજાર 803 થઈ ગયો છે, જ્યારે કુલ પોઝિટિવ કેસ 10 લાખ 10 હજાર 507 નોંધાયા છે. અમેરિકામાં 57 લાખ લોકોએ કોરોના ટેસ્ટ કરાવ્યો છે.

ટ્રમ્પે કહ્યુ કે અમે ચીનથી ખુશ નથી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે અમે ચીનથી ખુશ નથી. ચીન કોરોનાને વિશ્વમાં ફેલાતો પહેલા જ રોકી શક્યું હોત. તેઓ ચીન પાસેથી નુકસાન માંગી શકે છે. જર્મનીએ ચીન પાસે જેટલી રકમ માંગી છે તેનાથી વધારે અમે માગી શકીએ છીએ. તેમણે કહ્યું છે કે મહામારીને લઈને ચીન ઉપર ગંભીર તપાસ કરી રહ્યા છીએ, જો દોષી સાબિત થશે તો દંડ પણ થશે.

WHOનું ફંડિંગ રોકવાના ટ્રમ્પના નિર્ણયની તપાસ શરૂ

અમેરિકન કોંગ્રેસની સમિતિએ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વિશ્વ આરોગ્ય સંસ્થા(WHO)ના ફંડિંગને રોકવાના નિર્ણયની તપાસ શરૂ કરી છે.  કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ ઈલિયોટ એન્જલે વિદેશ મંત્રાલય પાસેથી આ નિર્ણય સંબંધમાં જરૂરી સૂચના અને દસ્તાવેજો ચાર મે સુધી સમિતિને આપવાની માંગ કરી છે. કોરોના મહામારીમાં WHOથી ઘણી ભૂલો થઈ હોવાની વાત કહીને અમેરિકાએ ફંડને રોક્યું હતું.

ઈટાલીમાં મૃત્યુઆંક 27 હજાર નજીક

ઈટાલીમાં પોઝિટિવ કેસની સંખ્યા બે લાખની નજીક પહોંચી ગઈ છે. અત્યાર સુધીમાં અહીં 1 લાખ 99 હજાર 414 કેસ નોંધાયા છે, જ્યારે 26 હજાર 977 લોકોએ જીવ ગુમાવ્યા છે. વિશ્વમાં અમેરિકા પછી સૌથી વધારે મોત અહીં થયા છે. અહીં 24 કલાકમાં 333 લોકોએ જીવ ગુમાવ્યા છે. સોમવારે સંક્રમણના એક હજારથી વધારે કેસ નોંધાયા છે.દેશમાં 3 મે સુધી લોકડાઉન લંબાવાયું છે. જોકે અમુક જરૂરી વસ્તુની દુકાનોને ખોલવાની છૂટ અપાઈ છે. ઈટાલીમાં પ્રથમ કેસ 21 ફેબ્રુઆરીએ સામે આવ્યો હતો.

કયા દેશમાં આજે કોરોનાની શુ સ્થિતિ છે તે જોઈએ

દેશ કેસ મોત
અમેરિકા 1,010,507 56,803
સ્પેન 229,422 23,521
ઈટાલી 199,414 26,977
ફ્રાન્સ 165,842 23,293
જર્મની 158,758 6,126
બ્રિટન 157,149 21,092
તુર્કી 112,261 2,900
ઈરાન 91,472 5,806
રશિયા 87,147 794
ચીન 82,836 4,633
બ્રાઝીલ 67,446 4,603
કેનેડા 48,500 2,707
બેલ્જિયમ 46,687 7,207
નેધરલેન્ડ 38,245 4,518
ભારત 29,451 939
સ્વિત્ઝરલેન્ડ 29,164 1,665
પેરુ 28,699 782
પોર્ટુગલ 24,027 928
આયર્લેન્ડ 19,648 1,102
સ્વીડન 18,926 2,274
સાઉદી અરબ 18,811 144
ઈઝરાયલ 15,555 204
મેક્સિકો 15,529 1,434
ઓસ્ટ્રિયા 15,274 549

 

ફ્રાન્સમાં 23 હજારથી વધારે મોત

ફ્રાન્સમાં 24 કલાકમાં 437 લોકોના મોત થયા છે અને 3764 નવા કેસ નોંધાયા છે. અહીં મૃત્યુઆંક 23 હજાર 293 થઈ ગયો છે. દેશમાં કુલ કેસ 1 લાખ 65 હજાર 842 નોંધાયા છે. 17 માર્ચથી ફ્રાન્સમાં લોકડાઉન છે.

ઈઝરાયલ: ત્રણ મેથી સ્કૂલો ખુલશે

ઈઝરાયલમાં ત્રમ મેથી તબક્કાવાર સ્કૂલો ખોલવાનો નિર્ણય કરાયો છે. દરેક ઘોરણમાં ઓછા બાળકોને રાખવાનું નક્કી કરાયું છે. આ દરમિયાન સફાઈ અને બાળકો વચ્ચેના અંતર ઉપર વધારે ધ્યાન અપાશે. 24 કલાકમાં અહીં 112 નવા કેસ નોંધાયા છે. દેશમાં સંક્રમણની સંખ્યા વધીને 15 હજાર 555 થઈ ગઈ છે. ઈઝરાયલમાં અત્યાર સુધીમાં 204 લોકોના મોત થયા છે. સોમવારે અહીં 469 લોકોને સારવાર પછી રજા અપાઈ હતી, અત્યાર સુધીમાં કુલ 7200 લોકો સાજા થઈ ગયા છે.

સ્પેનમાં કુલ પોઝિટિવ કેસ 2 લાખ 29 હજાર 422 નોંધાયા છે જ્યારે 23 હજાર 521 લોકોએ જીવ ગુમાવ્યા છે.ફ્રાન્સમાં 1 લાખ 65 હજાર 842 પોઝિટિવ કેસ  નોંધાયા છે, જ્યારે 23 હજાર 293 લોકોએ જીવ ગુમાવ્યા છે.

જર્મની વાત કરીએ તો અહીં કુલ 1 લાખ 58 હજાર 758 કેસ નોંધાયા છે, તેમાંથી માત્ર 38 હજાર 132 જ એક્ટિવ કેસ છે. અહીં 1 લાખ 14 હજાર 500 લોકોને સારવાર પછી રજા  અપાઈ છે. જ્યારે 6126 લોકો મોતને ભેટ્યા છે.

ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસ વધી ગયા

ચીન કરતા રશિયામાં પોઝિટિવ કેસની સંખ્યા વધી ગઈ છે. રશિયામાં કુલ 87 હજાર 147 કેસ નોંધાયા છે. અહીં 794 લોકોએ જીવ ગુમાવ્યો છે. ચીનમાં 82 હજાર 836 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ કોરોના વાઈરસનું એપી સેન્ટર ગણાતું ચીન કરતા પોઝિટિવ કેસની બાબતમાં નવ દેશ આગળ છે, ચીન 10માં નંબરે આવી ગયું છે.

નોર્વેમાં મહામારી નિયંત્રણમાં

નોર્વેનું કહેવું છે કે દેશમાં કોરોના મહામારી નિયંત્રણમાં છે. 26 એપ્રિલે પ્રાથમિક શાળાઓ ખોલી દેવાઈ છે. જોકે સરકારના આ પગલાથી ઘણા માતા-પિતાએ ચિંતા પણ વ્યક્ત કરી છે. એક ક્લાસમાં માત્ર 15 વિદ્યાર્થી જ બેસી શકશે. હેર સલુન પણ ખોલાયા છે. જો કે રમત-ગમત અને સાંસ્કૃતિક કાર્યક્રમો બંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here