કૃષિ મંત્રીએ કહ્યું- ખેડૂત અમારા પ્રપોઝલમાં જે પણ ફેરફાર ઈચ્છે તે જણાવે, અમે વાતચીત કરવા તૈયાર

0
0

કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલા ખેડૂત આંદોલનનો આજે 28મો દિવસ છે. સરકારે વાતચીત કરવા માટેનો પત્ર રવિવારે મોકલ્યો હતો, તેનો જવાબ ખેડૂતો આજે આપશે. બીજી તરફ કૃષિ મંત્રીએ કહ્યું છે કે ખેડૂત અમારા પ્રપોઝલમાં જે પણ જોડવા-ઘટાડવા માંગે છે, તે જણાવી દે. અમે તેમને અનુકુળ દિવસ અને સમયે વાતચીત કરવા તૈયાર છીએ. આશા છે કે કિસાન સંગઠન અમારી અપીલ પર વિચાર કરશે અને ઝડપથી સમાધાન નીકળશે.

રાજનાથ બોલ્યા- ખેડૂતો માટે સરકાર સંવેદનશીલ

આજે ખેડૂત દિવસ છે. આ પ્રસંગે રક્ષામંત્રી રાજનાથ સિંહે ખેડૂતોને શુભેચ્છા પાઠવી છે. રાજનાથે કહ્યું હતું કે ખેડૂત દેશને ખાદ્યા સુરક્ષા આપે છે. કેટલાક ખેડૂત કૃષિ કાયદાની વિરુદ્ધ આંદોલન કરી રહ્યા છે. સરકાર તેમની સાથે સંપૂર્ણ સંવેદનશીલતાથી વાત કરી રહી છે. આશા છે કે તેઓ ઝડપથી આંદોલન સમાપ્ત કરશે.

અપડેટ્સ…

ખેડૂતોના સમર્થનમાં કોંગ્રેસ આજે ઉત્તરપ્રદેશમાં ભાજપના નેતાઓની ઓફિસ અને ઘરોને ઘેરશે. કોંગ્રેસ કાર્યકર્તા તાળી અને થાળી વગાડીને દેખાવ કરશે.

કોંગ્રેસે કૃષિ કાયદાને પરત લેવા માટે રાષ્ટ્રપતિની દખલની માગ કરી છે. પાર્ટીનું કહેવું છે કે 2 કરોડ ખેડૂતોની સહીવાળી જાહેરાત રાહુલ ગાંધીના નેતૃત્વમાં 24 ડિસેમ્બરે રાષ્ટ્રપતિને સોંપવામાં આવશે.

બ્રિટનના PMને ભારત આવતા રોકવાની અપીલ કરશે ખેડૂતો

ખેડૂત નેતા કુલવંત સંધુએ કહ્યું હતું કે અમે બ્રિટનના સાંસદોને લખી રહ્યા છે કે જ્યાં સુધી કેન્દ્ર સરકાર ખેડૂતોની વાત ન માને ત્યાં સુધી PM બોરિસ જોહન્સનને ભારત આવતા રોકવામાં આવે. બીજી તરફ, ખેડૂતની ભૂખહડતાળ ચાલુ છે. દિલ્હી, હરિયાણા અને ઉત્તરપ્રદેશની સીમાઓ પર જ્યાં જ્યાં દેખાવો ચાલી રહ્યા છે ત્યાં ત્યાં રોજ 11 ખેડૂત 24 કલાક ઉપવાસ પર બેસી રહ્યા છે.

સરકારનો દાવો- UPના ખેડૂત નેતા આપણી સાથે

કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે મંગળવારે કહ્યું હતું, ઉત્તરપ્રદેશના કેટલાક નેતા મને મળ્યા. તેમણે નવા કૃષિ કાયદાને લઈને સરકારનું સમર્થન કર્યું છે. તેમનું કહેવું છે કે કાયદામાં ફેરફાર ન થવો જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here