જેડી મજેઠિયાએ કહ્યું-અમે સરકારની સાથે છીએ, પરંતુ અમે પણ ફ્રંટલાઈન વોરિયર્સ છીએ

0
0

મહારાષ્ટ્રમાં 14 એપ્રિલ એટલે કે આજથી રાતે 8 વાગ્યાથી 1 મેના રોજ સવારે 7 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કર્યું છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મંગળવાર સાંજે 15 દિવસ માટે બ્રેક ધ ચેનની જાહેરાત કરી. આ સાથે જ આખા રાજ્યમાં 144ની કલમ લાગુ કરી છે. આ હેઠળ મુંબઈમાં દરેક ફિલ્મ, ટીવી, એડ કમર્શિયલ આ બધાનું શૂટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે.

‘અમે પણ ફ્રંટલાઈન વર્કર્સ છીએ, સીએમ સાથે એક-બે દિવસમાં વાત કરીશું’

આ નિર્દેશ આવતાની સાથે ઇન્ડિયન ફિલ્મ્સ એન્ડ ટીવી પ્રોડ્યુસર્સ કાઉન્સિલના ચેરમેન જેડી મજેઠિયાએ કહ્યું, સીએમ ઉદ્ધવ ઠાકરેએ હાલની સ્થિતિને જોઇને આ નિર્ણય લીધો છે, તેમાં અમે તેમની સાથે છીએ. જેથી આ મહામારીની અસરને ઓછી કરવામાં સફળ થઈએ. હાલ તો જેમ કહેવામાં આવ્યું છે, તેમાં શૂટિંગ બંધ રહેશે. અમે પહેલેથી કહેતા આવ્યા છીએ કે આ સમયે અમે પણ એક પ્રકારે ફ્રંટલાઈન વર્કર્સ છીએ, કારણકે ઘરમાં બંધ લોકોનું મનોરંજન કરીને તેમને ડિપ્રેશન અને મહામારીની એડવર્સ ઈફેક્ટથી બચાવી શકાય છે. અમે તેમ છતાં સરકારના આ ઓર્ડરને માનીશું.

જો અમે બાયો બબલ ક્રિએટ કરી શકીએ તો સરકારને અપ્રોચ કરીશું. પહેલી ઈચ્છા તો એ જ રહેશે કે અમે રાજ્ય સરકાર સાથે ઊભા રહીએ. આ લડાઈ સાથે લડીશું અને મહામારીને હરાવીશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here