કોરોનાવાઇરસ : મને લાગે છે કે અમે ટાઈમ પર ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા, ત્યારે માત્ર 2 કેસ હતા, અત્યારે 300થી વધુ છે: રવિ શાસ્ત્રી

0
10

સ્પોર્ટ્સ ડેસ્ક: ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું કે, “અત્યારે મળેલો બ્રેક ભારતીય ક્રિકેટ માટે સારી વસ્તુ છે. ન્યૂઝીલેન્ડ સામેની સીરિઝના અંતે ટીમનો માનસિક થાક આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા હતા. તેમજ ફિઝિકલ ફિટનેસ અને ઇજાની સમસ્યા પણ સામે આવી રહી હતી. અમે છેલ્લા 10 મહિનાથી સતત રમી રહ્યા હતા અને હવે તેની અસર થઈ રહી હતી. હું અને મારો સપોર્ટ સ્ટાફ 23 મેના રોજ વર્લ્ડ કપ માટે ઇંગ્લેન્ડ રવાના થયા હતા. ત્યારથી લઈને અત્યારસુધીમાં અમે માત્ર 10-11 દિવસ ઘરે રહ્યા હતા.” શાસ્ત્રીએ માઈકલ એથર્ટન, નાસિર હુસેન અને રોબ કી સાથે સ્કાય સ્પોર્ટ્સ પોડકાસ્ટ દરમિયાન આ વાત કરી હતી.

શાસ્ત્રીએ કહ્યું કે, અમુક ખેલાડીઓ ત્રણેય ફોર્મેટમાં રમે છે. તો તમે વિચારી શકો છો તેમની શુ હાલત થતી હશે. સતત T-20થી ટેસ્ટમાં શિફ્ટ થવું અઘરું છે. તે ઉપરાંત અમે સતત ટ્રાવેલ પણ કર્યું છે. ઇંગ્લેન્ડ પછી અમે વેસ્ટ ઇન્ડીઝ અને સાઉથ આફ્રિકામાં રમ્યા. ત્યારબાદ અઢી મહિના હોમ સીઝન ચાલી અને તેના પછી ન્યૂઝીલેન્ડ ગયા હતા. તેથી આ આરામ મળવો પ્લેયર્સ અને ટીમ માટે બહુ સારો છે.

ટાઈમ પર ન્યૂઝીલેન્ડથી પરત ફર્યા

જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની બીજી વનડે રદ્દ થઈ ત્યારે ખબર હતી કે કંઈક થશે અને લોકડાઉનનું પગલું જરૂરી હતું. પ્લેયર્સને ન્યૂઝીલેન્ડ સીરિઝથી આ અંગે આઈડિયા હતો. તે ટૂરના અંતે જે રીતે ફ્લાઇટ્સ સિંગાપુરથી આવી રહી હતી, જઇ રહી હતી, તેના પરથી અંદાજો આવી ગયો હતો. મને લાગે છે કે અમે ઇન્ડિયા ટાઈમ પર પાછા ફર્યા. ત્યારે ન્યૂઝીલેન્ડમાં માત્ર 2 કેસ હતા, અત્યારે 300થી વધુ છે. અમે ભારત પાછા ફર્યા ત્યારે જ એરપોર્ટ પર સ્ક્રીનીંગની શરૂઆત થઈ હતી અને લોકોનો ટેસ્ટ થઈ રહ્યો હતો.

ક્રિકેટ વિશે કોઈ વિચાર નહિ, લોકોને જાગૃત કરવાની જવાબદારી ક્રિકેટર્સની છે

પ્લેયર તરીકે તમારી ઘણી જવાબદારી હોય છે. મેસેજ બહુ ક્લિયર છે, અત્યારે ક્રિકેટ છેલ્લો વિચાર હોવો જોઈએ. અત્યારે સેફટી સૌથી મહત્વની છે. લોકોને જાગૃત કરવા જરૂરી છે કે આ ગંભીર પરિસ્થિતિ છે. વિરાટ અને અન્ય પ્લેયર્સ પણ આ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here