યૂ-ટર્ન : WHOએ કહ્યું, ‘ચીને નહીં, અમે સૌથી પહેલાં કોરોનાની સૂચના આપી હતી’, 20 એપ્રિલે કહ્યું હતું, ‘પહેલો કેસ ચીનમાં આવ્યો હતો’

0
4

જિનિવા. કોરોનાની જાણકારી મામલે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબ્લ્યૂએચઓ)એ ગુલાંટ મારી હતી. હવે તે કહે છે કે વુહાનમાં ન્યુમોનિયા જેવા કેસ વિશે સૌથી પહેલાં ચીન સ્થિત તેની ઓફિસે માહિતી આપી, નહીં કે ખુદ ચીને. વૈશ્વિક સંગઠને માહિતી અપડેટ કરીને જણાવ્યું કે અત્યાર સુધી કોરોના સામેની લડાઈ કેવી રીતે લડાઈ. અગાઉ WHO એ કહ્યું હતું કે ગત વર્ષે 31 ડિસેમ્બર 2019ના રોજ ચીને કોરોનાના પ્રથમ કેસની માહિતી આપી હતી પણ ડબ્લ્યૂએચઓની વેબસાઇટ પર જે મહામારીની ટાઈમલાઇન અપડેટ થઈ છે, વિવાદ તેની સાથે જ સંકળાયેલો છે.

કોરોના સ્ત્રોતની તપાસ માટે ટીમ ચીન ગઈ હતી

20 એપ્રિલના રોજ ડબ્લ્યૂએચઓના ચીફ ટેડ્રોસ અદનોમ ગેબ્રેયાસસે કહ્યું હતું કે ચીનમાં પ્રથમ કેસ સામે આવ્યો હતો. જોકે તેમણે એમ નહોતું જણાવ્યું કે આ રિપોર્ટ ચીનના અધિકારીઓએ મોકલ્યો હતો કે કોઈ અન્ય સૂત્રએ. આ દરમિયાન સંગઠને નક્કી કર્યુ છે કે તે કોરોનાના સ્ત્રોતની તપાસ માટે આગામી અઠવાડિયે ટીમને ચીન મોકલશે. આ નિર્ણય ચીનની લેબથી કોરોના નીકળવા અને તેના દુનિયામાં ફેલાવાના આરોપો બાદ લેવાયો હતો.

ડબ્લ્યૂએચઓએ કહ્યું કે, ‘સમય જાગૃત થવા અને સાવચેતી રાખવાનો છે’

ડબ્લ્યૂએચઓના ઇમરજન્સી ડિરેક્ટર માઈકલ રેયાને કહ્યું કે લોકોને જાગૃત થવાની જરૂર છે. ડબ્લ્યૂએચઓએ કોરોના પ્રભાવિત દેશોને મહામારીના ફેલાવા પર કાબૂ કરવા અને ગ્રાઉન્ડ લેવલે સાવચેતી રાખવાની અપીલ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here