ટ્રમ્પનું માથું વાઢનારને 80 મિલિયન ડોલરનું ઈનામ આપીશું : ઈરાન

0
11

 તહેરાન

અમેરિકાના હુમલામાં ઈરાનના કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવની સ્થિતિ છે. રવિવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને બ્રાન્ડ ન્યૂ હથિયારોથી હુમલો કરવાની ધમકી આપી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, ઈરાને હવે ટ્રમ્પનું માથું વાઢનારને 80 મિલિયન ડોલરનું ઈનામ આપવાની (લગભગ 5.76 અબજ રૂપિયા) જાહેરાત કરી છે.

જનરલ સુલેમાનીના અંતિમ સંસ્કાર દરમિયાન એક સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને એક ડોલર દાન કરવાની અપીલ કરી હતી. ઈનામની રકમ એકત્ર કરવા માટે સંસ્થાએ ઈરાનના તમામ નાગરિકોને દાનની અપીલ કરી હતી.

અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ટ્વિટર પર સતત ઈરાનની વિરુદ્ધ પોસ્ટ કર્યા હતા. તેમના માથા પર ઈનામની જાહેરાત બાદ ટ્રમ્પે પણ એક ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, જો કોઇ અમેરિકાને નુકસાન પહોંચાડે છે તો તેને તાત્કાલિક જવાબ આપવામાં આવશે. કોઇ કાયદાકીય નોટિસની જરૂર નથી, પરંતુ તો પણ મેં ચેતવણી આપી દીધી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here