લાખણી : આગથળા પોલીસ દ્વારા વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું

0
52

લાખણી : સમગ્ર દેશમાં દશેરાના દિવસે શસ્ત્રોની પૂજા કરવામાં આવે છે. જેમાં તમામ લોકો પોતાના શસ્ત્રોને શાસ્ત્રોકત વિધિથી પૂજા કરીને પરંપરાને પૂરી કરતા હોય છે. તેવી જ રીતે લાખણીના આગથળા પોલીસ સ્ટેશનમાં પોલીસ સ્ટાફ દ્વારા વિજયા દશમી નિમિત્તે શસ્ત્રોનું પૂજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે એ.એસ.આઇ રઘુભાઇ જોષી, પો. કો. અશોકભાઇ, હે. કો. હસમુખભાઇ હે. કો. લક્ષ્મણસિંહ હે. કો. રમેશભાઇ સહિત પોલીસ સ્ટાફ હાજર રહ્યા હતા અને શસ્ત્રોનું વિધિપૂર્વક પૂજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here