કોરોનાથી બચાવ : ભીડવાળી ઈન્ડોર જગ્યાએ પણ માસ્ક પહેરો, હંમેશાં દુકાન-ઓફિસના બારી અને દરવાજા ખુલ્લા રાખો

0
7

વૈજ્ઞાનિકો દાવો કરી રહ્યા છે કે, કોરોનાવાઈરસ હવામાં પણ ફેલાઈ શકે છે. તે એક રૂમની અંદર સરેરાશ લંબાઈની સમાન જગ્યામાં ફેલાય છે અને લગભગ 3 કલાક સુધી હવામાં રહે છે. તેનાથી સૌથી વધુ જોખમ બંધ જગ્યા પર છે, જ્યાં ભીડ વધારે હોય છે અને વેન્ટિલેશની સમસ્યા હોય. ઉલ્લેખનીય છે કે, 32 દેશોના 239 વૈજ્ઞાનિકોએ WHOને કહ્યું કે, કોરોનાવાઈરસ હવા દ્વારા પણ ફેલાઈ શકે છે. WHOએ પણ કહ્યું કે, આ આશંકાને નકારી શકાય નહીં.

અમેરિકાની રિસર્ચ યુનિવર્સિટી  વર્જિનિયા ટેકના એરોસોલના નિષ્ણાત ડો. લિંસે મર તે સંશોધકોમાં સામેલ છે, જેમને દાવો કર્યો છે કે, આ વાઈરસ હવામાં ફેલાય શકે છે. ડો. લિંસે જણાવે છે કે, હજી સુધી સ્પષ્ટ નથી થયું કે હવામાં આ નાના કણો અથવા એરોસોલ છીંકવાથી અથવા ઉધરસથી નીકળતા ડ્રોપ્લેટ્સની તુલનામાં કેવી રીતે અને કેટલો વાઈરલ ફેલાય છે. તે જણાવે છે તે, એરોસોલ ત્યારે પણ રિલીઝ થાય છે, જ્યારે કોઈ લક્ષણ વગરની વ્યક્તિ શ્વાસ લે છે, વાત કરે છે.

એરબોર્ન વાઈરસ હોવાથી ચિંતિત છો, તો આ બચાવ કરો 

  • ભીડવાળી જગ્યાએ, બંધ જગ્યાએ ઓછો સમય પસાર કરો. વેન્ટિલેશનવાળી જગ્યા પર વધારે રહો
  • જો તમે કોઈ બંધ સ્થળે જઈ રહ્યા છો, તો ઈન્ડોર સ્પેસમાં પણ માસ્ક પહેરી રાખો. દુકાન અને ઓફિસ વગેરમાં બારીઓ અને દરવાજા ખુલ્લા રાખો.
  • કપડાથી બનેલા માસ્ક પણ એરબોર્ન વાઈરસના જોખમને ઘટાડે છે પરંતુ ત્યારે જ્યારે વધુને વધુ લોકો તેનો ઉપયોગ કરે. બને ત્યાં સુધી સારી ગુણવત્તાવાળો માસ્ક પહેરો.
  • ઘર, કામ અથવા ઓફિસના એસીમાં ફિલ્ટરને અપગ્રેડ કરાવો. ભીડ હોય તો એસીના સેટિંગને આઉટડોર એર પર સેટ કરો, રિસર્ક્યુલેટ એરનું સેટિંગ બંધ કરો.
  • ઓફિસ અને મોટી બિલ્ડિંગમાં સારી ગુણવત્તાના એર પ્યુરીફાયરનો ઉપયોગ વધારો.
  • ઈન્ડોર સ્પેસમાં અલ્ટ્રાવાયોલેટ લાઈટ્સનો ઉપયોગ કરો જેથી વાઈરસને નાશ કરી શકાય
  • ભીડવાળી જગ્યા પર માસ્કની સાથે ફેસ શીલ્ડનો પણ ઉપયોગ કરો. તેનાથી સુરક્ષા વધશે.

આ સ્થિતિમાં પણ લક્ષણ વગરના દર્દીઓથી વધારે જોખમ 

બહાર નીકળતો ચશ્મા પહેરીને નીકળવું, જ્યાં સેન્ટ્રલાઈઝ્ડ એસી ચાલુ હોય અને ભીડ હોય ત્યાં હવામાં વાઈરસ હોવાની આશંકા વધારે છે. જો કોઈ સંક્રમિત વ્યક્તિને ઉધરસ આવે છે અથવા છીંક આવે છે અને ત્યાંથી હવા પસાર થઈ રહી છે તો નજીકની વ્યક્તિને સંક્રમણ થવાનું જોખમ હોઈ શકે છે. આવી સ્થિતિમાં માસ્ક જરૂરથી પહેરવો. લક્ષણો વિનાનાં દર્દીઓ આ પરિસ્થિતિમાં વધારે જોખમી હોઈ શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here