દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ મધ્યપ્રદેશમાં સતત વરસાદ વરસી રહ્યો છે. જેને લઇને હવામાન વિભાગ દ્વારા આ ત્રણેય રાજ્યને અલર્ટ પર રાખવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં ભારે વરસાદ વરસી શકે છે.
જ્યારે ગુજરાતમાં પણ હજુ 48 કલાક સુધી ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમાં પણ ખાસ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. વલસાડ અને આસપાસના જિલ્લામાં વરસાદની શક્યતા છે.તો બીજી તરફ સૌરાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. જેમાં બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથમાં વરસાદની સંભાવના છે. આ તરફ પશ્ચિમ કચ્છના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ વરસે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગ બાદ ગુજરાતમાં હજુ પણ 48 કલાક સુધી વરસાદી માહોલ રહેશે તેવી શકયતા છે. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ બીજી ઇનિંગ યથાવત રાખી શકે છે અને વલસાડની આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. માત્ર દક્ષિણ ગુજરાત જ નહી પરંતુ સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, જૂનાગઢ, ગીર સોમનાથમાં પણ વરસાદ આવી શકે છે અને પશ્ચિમ કચ્છના વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ વરસી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં હજુ પણ આગામી 48 કલાક સુધી વરસાદી માહોલ રહી શકે છે. દક્ષિણ ગુજરાતમાં આજે પણ ભારે વરસાદ થઈ શકે છે. જેમાં વલસાડ જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. તો ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે.
છેલ્લા 24 કલાકમાં વલસાડ જિલ્લામાં વરસેલા વરસાદ પર નજર કરીએ તો ઉંમરગામમાં 11 ઈંચ, વલસાડમાં 13.5 ઈંચ, વાપીમાં 14 ઈંચ, પારડીમા 10 ઈંચ, ધરમપુરમાં 6.5 ઈંચ અને કપરાડામાં 6 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. તો ભારે વરસાદના પગલે તંત્ર પણ અલર્ટ મોડ પર છે.
NDRFની ટીમ તૈનાત કરી દેવાઈ છે. તો પ્રાંત અધિકારીઓ સહિતના સ્ટાફ પણ અલર્ટ મોડ પર છે. તો નદી કિનારે વસતા લોકોને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે. અને નદીના પટમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે.