Thursday, April 25, 2024
Homeમુંબઇમાં હવામાન ખાતાની ચેતવણી: અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળતા નહીં
Array

મુંબઇમાં હવામાન ખાતાની ચેતવણી: અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળતા નહીં

- Advertisement -

મુંબઇ, તા.5 ઓગસ્ટ 2019, સોમવાર

છેલ્લા થોડા દિવસથી મુંબઇમાં ભારે વરસાદ પડી રહ્યો હતો અને જનજીવન લગભગ ઠપ થઇ રહ્યું હતું. હવામાન ખાતાએ આજે સોમવારે સવારે પણ મુંબઇગરાને એવી ચેતવણી આપી હતી કે અનિવાર્ય કામ સિવાય ઘરની બહાર નીકળતા નહીં. આજે ભારે વરસાદ અને પવનની આગાહી હવામાન ખાતાએ કરી હતી.

મુંબઇ મહાનગરમાં આજે સ્કૂલ કૉલેજો બંધ રાખવાની સત્તાવાર જાહેરાત કરાઇ હતી. શનિવાર રાતથી પડી રહેલા વરસાદના કારણે રવિવારે સવારથી લોકલ ટ્રેનો, વિમાન વ્યવહાર અને સડક પરના ટ્રાફિકને પ્રતિકૂળ અસર થઇ હતી. આજે સ્કૂલ કૉલેજો બંધ રહેતાં ટ્રાફિકમાં થોડીક રાહત રહેવાની શક્યતા છે.

રવિવારે ઘણી ટ્રેનો રદ કરવાની ફરજ પડી હતી તેમ હવાઇ સેવાને પણ પ્રતિકૂળ અસર થઇ હતી. મુંબઇ એરપોર્ટના રનવે પર પાણી ભરાયાં હતાં. મુંબઇ ઉપરાંત થાણે જિલ્લામાં પણ જનજીવન ઠપ હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular