અમદાવાદ શહેરમાં વાતાવરણમાં પલટો, કાળા દિબાંગ વાદળો સાથે વરસાદી માહોલ

0
4
  • અમદાવાદમાં 10 દિવસ બાદ ફરી વરસાદનું આગમન
  • શહેરના અનેક વિસ્તારમાં ખાબક્યો વરસાદ
  • વરસાદ બાદ વાતાવરણમાં પ્રસરી ઠંડક

ગુજરાત રાજ્યનાં વિવિધ જીલ્લાઓમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ત્યારે આજે અમદાવાદ શહેરમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. બપોર બાદ વાદળછાયું વાતાવરણ છવાયું હતું. ત્યાર બાદ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ હતી બીજી તરફ વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

શહેરના પ્રહલાદનગર, એસ.જી. રોડ, વેજલપુર, નારોલ, જશોદાનગર, ઇસનપુર, હાથીજણ અને વિંઝોલમાં વરસાદ શરૂ થઈ ગયો છે. ભારે પવન સાથે આ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. એટલું જ નહીં, અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં પણ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા છે.

રાજ્યના 31 તાલુકામાં મેઘરાજાએ મહેર વરસાવી

ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે બપોરે અમદાવાદ ઉપરાંત સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં અમુક વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ રાજકોટના ગોંડલમાં 2.72 ઈંચ પડ્યો છે. જો કે રાજ્યના અન્ય જિલ્લામાં વધુમાં વધુ 15 મિમિ વરસાદ પડ્યો છે. રાજ્યના 11 જિલ્લાના 35 તાલુકામાં મેઘમહેર જોવા મળી છે.

રાજ્યના 19 તાલુકામાં 5 મિમિથી 15 મિમિ સુધી વરસાદ પડ્યો છે. જેમાં ઝાલોદમાં 15 મિમિ, કડાણામાં 13 મિમિ, જ્યારે ગરબાડા, કાલાવડ, લાલપુર અને ખેડબ્રહ્મામાં 10-10 મિમિ, સંતરામપુરમાં 8 મિમિ, ઉપરાંત ગીર ગઢડા, ભેંસણ, માળીયા અને રાણાવાવમાં 7 મિમિ, ધ્રોલ અને જામજોધપુરમાં 6 મિમિ, આ સિવાય ખાંભા, સંજેલી, જોડિયા, મેંદરડા અને ચોટીલામાં 5 મિમિ વરસાદ પડ્યો છે.

જુનાગઢમાં જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ

જુનાગઢમાં પણ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રસ્તાઓ પર પાણી વહેતા થયા છે. આજે અમરેલી પંથકમાં પણ વરસાદી ઝાપટા વરસવાનું શરૂ થયું છે. રાજુલા પંથકમાં વરસાદી વાતાવરણથી ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. રાજુલાના આગરીયા, ભંડારીયા, વાવેરા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો.ખાંભા પંથકમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ખાંભાના ભાડ, નાનુડી, ઉમરીયા, ડેડાણ સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here