Wednesday, September 29, 2021
Homeહવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ
Array

હવામાન: અસહ્ય ઉકળાટ બાદ અમદાવાદમાં ખાબક્યો વરસાદ

અમદાવાદમાં છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટની વચ્ચે હાથતાળી આપતા મેઘરાજાએ શનિવારે સાંજના સુમારે ઉત્તર-પશ્ચિમઝોનના વિસ્તારોમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. શનિવારે સાંજે ૬થી ૮ના બે કલાકના સમયમાં બોડકદેવ અને સાયન્સસિટી વિસ્તારમાં બે ઈંચ જેટલો વરસાદ ખાબકતા અનેકવિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા. શહેરના દક્ષિણ-પશ્ચિમના જોધપુર ઉપરાંત બોપલ, રાણીપ અને ઉસ્માનપુરા સહીતના વિસ્તારોમાં પણ ભારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. શહેરમાં સરેરાશ અડધો ઈંચ વરસાદ વરસતા મોસમનો કુલ વરસાદ ૩૮૬.૪૭ મિલીમીટર થવા પામ્યો હતો.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments