Wednesday, April 17, 2024
Homeએન્ટરટેમેન્ટENTERTAINMENT:વેબ સિરીઝ ‘હીરામંડી’? 200 કરોડનું બીગ બજેટ, તારીખ થઈ છે ફિક્સ

ENTERTAINMENT:વેબ સિરીઝ ‘હીરામંડી’? 200 કરોડનું બીગ બજેટ, તારીખ થઈ છે ફિક્સ

- Advertisement -

સંજય લીલા ભણસાલી તેમની આગામી વેબ સિરીઝ ‘હીરામંડી : ધ ડાયમંડ બઝાર’ દ્વારા માત્ર ભારતીય દર્શકોનું જ નહીં પરંતુ સમગ્ર વિશ્વના દર્શકોનું મનોરંજન કરવા જઈ રહ્યા છે. આ સિરિઝની રિલીઝ ડેટની જાહેરાત કરતી વખતે તેણે દાવો કર્યો છે કે આ સિરીઝ સાથે તે દરેકને એક અલગ દુનિયામાં લઈ જવાના છે.

પોતાની મોટા બજેટની ફિલ્મોથી દર્શકોનું મનોરંજન કરનાર ફેમસ ડિરેક્ટર સંજય લીલા ભણસાલી હવે OTT ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે. તેની મલ્ટી-સ્ટારર વેબ સિરીઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ની રિલીઝ ડેટ જાણવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત હતા.તાજેતરમાં મુંબઈમાં મહાલક્ષ્મી રેસકોર્સ ખાતે ડ્રોન કેમેરા દ્વારા અદભૂત લાઇટ શોમાં ‘હીરામંડીઃ ધ ડાયમંડ બઝાર’ના પ્રીમિયરની તારીખની જાહેરાત કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે આ વેબ સિરીઝ 1 મે 2024 થી OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થવા જઈ રહી છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular