- Advertisement -
બોલિવૂડ ડેસ્ક: ઇમરાન હાશ્મી ‘બાર્ડ ઓફ બ્લડ’ વેબ સિરીઝથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યો છે. ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ થનારી આ સ્પાય થ્રિલર વેબ સિરીઝને શાહરુખ ખાને પ્રોડ્યૂસ કરી છે. અગાઉ શાહરુખે આ જ જોનરની અમિતાભ બચ્ચન અને તાપસી પન્નુ સ્ટારર ફિલ્મ ‘બદલા’ પ્રોડ્યૂસ કરી હતી. ‘બાર્ડ ઓફ બ્લડ’ વેબ સિરીઝ 27 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આ વેબ સિરીઝના 8 એપિસોડ હોઈ શકે છે.
- ‘ધ બાર્ડ ઓફ બ્લડ’ બુક પર આધારિત વેબ સિરીઝ
- શાહરુખ ખાન આ વેબ સિરીઝનો પ્રોડ્યૂસર
- શું છે સ્ટોરી?
આ સ્ટોરી ચાર ઇન્ડિયન ઇન્ટેલિજન્સ ઓફિસરની છે જેનો જીવ જોખમમાં હોય છે. પોતાના માણસોને બચાવવા માટે તેમના હેડ સાદિક શેખ ભૂતપૂર્વ જાસૂસ અને હાલ પ્રોફેસર તરીકે કામ કરતા કબીર આનંદનો સંપર્ક કરે છે. કબીર કઈ રીતે બધી કળીઓને જોડીને આ ખતરનાક જર્ની કરે છે તેના પર આ આખી સ્ટોરી છે.