મનોરંજન : વેબ સિરીઝ સ્ટારની ફી ચાર ગણી વધી, 100થી વધુ નવા શો જલદી આવશે

0
25

નેટફ્લિક્સ, એમેઝોન અને હોટસ્ટાર જેવા ઓટીટી પ્લેટફોર્ મ(ઓવર ધ ટોપ)ની પહોંચ દેશમાં ઝડપથી વધી રહી છે. તાજેતરમાં મો-મેઝિક દ્વારા હાથ ધરાયેલા સરવેમાં જણાવાયું કે દેશમાં 55 ટકા લોકો ઓટીટી પ્લેટફોર્મ પર વીડિયો જુએ છે. જ્યારે બીજી બાજુ આ પ્લેટફોર્મ પર બતાવાતી વેબ સિરીઝના સ્ટારની ફીમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. 100થી વધુ નવા શો પર કામ ચાલુ છે. જે આગામી 6થી 8 મહિનામાં આવશે. અભિનેતા સૈફ અલી ખાને નેટફ્લિક્સની વેબ સિરીઝ સેક્રેડ ગેમ્સ માટે 8 કરોડ રૂપિયા લીધા હતા. જોકે તાજેતરમાં આવેલી તેની બીજી સિઝનમાં તેમણે પોતાની ફી 20 ટકા વધારી હતી. વેબ સિરીઝ મિરઝાપુરમાં ગુડ્ડુ ભૈયાના વકીલ પિતાના રોલથી પ્રસિદ્ધ થયેલા રાજેશ તેલંગ કહે છે કે વેબ સિરીઝ પર મોટા સ્ટારને છોડી જે પોપ્યુલર એક્ટર છે જે મેન લીડ પ્લે કરે છે તેમને 50 લાખથી 1 કરોડ રૂપિયા એક વેબ શો પેટે મળે છે. મારી વાત કરું તો બે ત્રણ વર્ષમાં મારી ફીમાં ચાર ગણો વધારો થઈ ચૂક્યો છે.

આ સ્ટારને સૌથી વધુ ફી મળી રહી છે

નામ વેબ સિરિઝ ફી
અક્ષય કુમાર ધી એન્ડ 90 કરોડ
સૈફ અલી ખાન સેક્રેડગેમ્સ-2 10 કરોડ
નવાઝુદ્દીન સેક્રેડ ગેમ્સ-2 3.5 કરોડ
જિમ સર્ભ હાઉસ અરેસ્ટ 20 લાખ
પંકજ ત્રિપાઠી ક્રિમ. જસ્ટિસ 2 કરોડ
રાધિકા આપ્ટે ઘોલ 75 લાખ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here