Friday, April 19, 2024
Homeશાહરૂખ અને ઈમરાન હાશમીએ મળીને બનાવેલી વેબ સીરિઝ ચોંટાડશે સૌના જીવ તાળવે
Array

શાહરૂખ અને ઈમરાન હાશમીએ મળીને બનાવેલી વેબ સીરિઝ ચોંટાડશે સૌના જીવ તાળવે

- Advertisement -

ઈમરાન હાશમી તેમના કરિયરની પહેલી વેબ સીરીઝ લઈને આવી રહ્યા છે. નેટફ્લિક્સ શાહરૂખ ખાન સાથે મળીને આ શોનું પ્રમોશન કરી રહ્યું છે. સીરીઝનું નામ ‘બાર્ડ ઓફ બ્લડ’ છે. પ્રડ્યૂસર તરીકે શાહરૂખની આ પહેલી વેબ સીરીઝ છે. સીરીઝનું ટ્રેલર લૉન્ચ થયું છે અને ટ્રેલર પરથી વેબ સીરીઝ ધાસુ લાગી રહી છે.

સીરીઝની વાર્તા
વાર્તા ચાર ભારતીય ઈન્ટેલિજન્સ ઓફિસરની છે, જેમને બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ પકડી લીધા છે. ગમે ત્યારે તેમનાં માથાં ધડથી અલગ કરવામાં આવી શકે તેમ હતાં. આ દરમિયાન ઈન્ડિયામાં બેસેલ જાસૂસોનો હેન્ડલર તેમને સહી-સલામત પાછા લાવવા ઇચ્છે છે. આ માટે તેને એવી ટીમની જરૂર હતી, જે સીક્રેટ મિશનને અંજામ આપી શકે. આ એક એવું મિશન છે, જેનો ઉલ્લેખ ક્યાંય કાગળિયાં પર નથી. જેથી જો કોઇ ઈન્ડિયન સભ્ય પકડાઇ પણ જાય કે મૃત્યુ પામે તો, ભારત તેના પોતાના જાસૂસ તરીકે સ્વિકારવાની ના પાડી દેશે. આ પરિસ્થિતિમાં ત્રણ સભ્યોની એક ટીમ બને છે જેને પ્રોફેસર આનંદ ઉર્ફ અડોનિસ લીડ કરે છે. જે પહેલાં જાસૂસ હતો, પરંતુ એક મિશનમાં ગડબડ બાદ એજન્સીએ તેને કાઢી મૂક્યો. કબીર માટે આ મિશન પર્સનલ અને પ્રોફેશનલ બંને રીતે મહત્વનું હતું. તેને આ ઓફિસર્સનો જીવ બચાવવાનો હતો અને પોતાનો અધૂરો પ્રેમ પાછો મેળવવાનો હતો. આ લાલચમાં તે અને બીજા બે જાસૂસ આ જર્ની પર નીકળી પડે છે, જેમના પાછા આવવાની કોઇ ગેરન્ટી નથી.

ટ્રેલર જોતાં ઈમરાન હાશમી ફુલ ઓન એક્શનમાં લાગે છે. સીરિઝ બાર્ડ ઓફ બ્લડ બેબી, ફેન્ટમ અને ટાઇગર જેવી ફિલ્મોનું મિક્સ્ચર લાગે છે, જેમાં સમયની કોઇ પાબંધી ન હોવાથી ડિટેલિંગ વધુ રહેશે. મિશન પર ગયેલા ત્રણ લોકોમાં અંદર-અંદર મતભેદ થતાં સીરિઝ વધારે રસપ્રદ બની જાય છે.

ક્યારે આવશે આ વેબ સીરિઝ
સીરિઝ હિંદી, અંગ્રેજી અને ઉર્દૂ ભાષામાં છે અને તેના કુલ 8 એપિસોડ્સ રહેશે. સીરિઝના બધા જ 8 એપિસોડ્સ 27 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર જોઇ સકાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular