વેડિંગ : ‘કુંડળી ભાગ્ય’ ફેમ ઈશા આનંદ શર્માએ પાયલોટ વાસદેવ સિંહ જસરોટીયાની સાથે લગ્ન કર્યા

0
0

ટીવી એક્ટ્રેસ ઈશા આનંદ શર્મા લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. ઈશાએ 2 મેના રોજ તેના હોમટાઉન, રાજસ્થાનમાં સિક્રેટ વેડિંગ કરીને ફેન્સને સરપ્રાઈઝ આપી. જો કે, બંનેએ આ અગાઉ 2 ફેબ્રુઆરી 2020ના રોજ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તેણે પોતાના બોયફ્રેન્ડ વાસદેવ સિંહ જસરોટીયાની સાથે લગ્ન કર્યા છે, જે વ્યવસાયે પાયલોટ છે. તેના લગ્નના ફોટો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. એક ઈન્ટરવ્યુમાં વાતચીત દરમિયાન તેણે કહ્યું કે, સમયની સાથે તેને અહેસાસ થયો કે અમે એક બીજા માટે બન્યા છીએ અને તે પોતાની લવ સ્ટોરીને ‘ક્રેઝી લવ-સ્ટોરી’ કહે છે.

ઈશાના રાજસ્થાનમાં ઈન્ટીમેટ વેડિંગ કર્યા
ઈશાએ કહ્યું, અમે ઈચ્છતા હતા કે પરિવારના સભ્યો અને મિત્રોની હાજરીમાં અમારા લગ્ન થાય. જો કે, અમે મહામારીને કારણે પ્લાન પોસ્ટપોન કરી દીધો. અમે બધું સામાન્ય થાય તેની રાહ જોવા લાગ્યા જેથી અમે અમારા લગ્ન તેવી જ રીતે ઓર્ગેનાઈઝ કરી શકીએ જેવી રીતે અમે વિચારીને રાખ્યું હતું. પરંતુ અમારા પરિવારના કહેવા પર, અમે વધુ વિલંબ ન કરવાનો નિર્ણય કર્યો અને રાજસ્થાનમાં રીત-રિવાજ પ્રમાણે લગ્ન કરી લીધા. ઘણા બધા લોકોને આ વિશે ખબર નથી, કેમ કે મેં તેને સિક્રેટ રાખ્યા હતા. અમે અમારા મિત્રો માટે એક રિસેપ્શન રાખીશું જ્યારે પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.

ઈશા પોતાની લવ સ્ટોરીને ‘ક્રેઝી લવ-સ્ટોરી’ કહે છે
ઈશાએ આગળ જણાવ્યું કે, આ એક ક્રેઝી લવ-સ્ટોરી છે. પોતાના બોયફ્રેન્ડ સાથે બ્રેકઅપના થોડા સમય બાદ એક કોમન ફ્રેન્ડની ગેટ-ટુ-ગેધર પાર્ટીમાં મારી વાસદેવ સાથે મુલાકાત થઈ હતી. વાસદેવને મારા રિલેશનશિપ વિશે ખબર હતી. પાર્ટીમાં મુલાકાત દરમિયાન મેં તેને કહ્યું હતું કે, હું મારા બોયફ્રેન્ડથી અલગ થઈ ગઈ છું. ટૂંક સમયમાં અમારી મિત્રતા થઈ અને એકબીજાના પ્રેમમાં પડી ગયા. હું તેના ઘરની નજીક ‘કુંડળી ભાગ્ય’નું શૂટિંગ કરી રહી હતી અને પેકઅપ બાદ હંમેશાં અમારી મુલાકાત થવા લાગી. સમયની સાથે અમને એ અહેસાસ થઈ ગયો હતો કે અમે એકબીજા માટે બન્યા છીએ. અમે લગ્ન કરતા પહેલા એક વર્ષ સુધી એક બીજાને ડેટ કરતા હતા. વાસદેવ મેચ્યોર અને બુદ્ધિશાળી છે, જ્યારે હું અત્યારે પણ બાલિશ અને નાસમજ છું. તેથી અમારી વચ્ચે સારું બેલેન્સ છે. જ્યાં હું ખોટી હોઉં છું, ત્યાં તે હંમેશાં મારી ભૂલને સુધારે છે. આ જ કારણ છે કે મને વાસદેવ અને તેના IQ સાથે પ્રેમ થઈ ગયો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here