વિડીયો : વાયદા બજારનો વીકલી માર્કેટ રિપોર્ટ : 07-09-2020 થી 11-09-2020

0
30

કોટનમાં 21,125 ગાંસડીના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં ગાંસડીદીઠ રૂ.320નો ઉછાળો

દેશના અગ્રણી કોમોડિટી એક્સચેન્જ એમસીએક્સ પર 7થી 11 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીઝમાં કેટલી વધઘટ થઈ તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, વિશ્વબજારમાં સપ્તાહ દરમિયાન સોનું 1 ઔંશદીઠ 1941 ડોલરના સ્તરે પહોંચ્યું હતું, જ્યારે ઘરેલૂ બજારમાં અમદાવાદ ખાતે સોનાનો હાજર ભાવ સપ્તાહના અંતે 10 ગ્રામદીઠ 99.50ના રૂ.52,600 અને 99.90ના રૂ.52,800 બોલાયા હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે સ્થાનિકમાં વાયદા બજારની વાત કરીએ તો એમસીએક્સનો ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.50,801ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.51,851 અને નીચામાં રૂ.50,629ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.641ના ઉછાળા સાથે રૂ.51,319ના સ્તરે બંધ થયો હતો.

વાયદા બજારનો વીકલી માર્કેટ રિપોર્ટ

હવે ચાંદીના વાયદાઓની વાત કરીએ તો. વિશ્વબજારમાં ચાંદી સપ્તાહના અંતે 1 ઔંશદીઠ 26.73 ડોલરના સ્તરે પહોંચી હતી, જ્યારે ઘરઆંગણે અમદાવાદ ખાતે હાજર ચાંદી સપ્તાહના અંતે કિલોદીઠ રૂ.65,000 બોલાઈ હોવાનું જાણકાર સૂત્રોએ જણાવ્યું હતું. આ સામે સ્થાનિકમાં વાયદા બજારમાં એમસીએક્સ ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.68,232ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.69,768 અને નીચામાં રૂ..66,155ના સ્તરને સ્પર્શી અંતે રૂ.662ના ઉછાળા સાથે રૂ.67,928ના સ્તરે બંધ થયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં 11,20,557 સોદાઓમાં કુલ રૂ.42,593.63 કરોડની કીમતની 6,250.190 ટન ચાંદીનાં કામકાજ થયાં હતાં, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 548.892 ટનના સ્તરે રહ્યો હતો.

બુલડેક્સ ફ્યુચર્સમાં 10,628 સોદાઓમાં કુલ રૂ.1,058.59 કરોડનાં 13,193 લોટ્સનાં કામકાજ થયાં હતાં, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ 406 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો. વિશ્વબજારમાં ન્યૂયોર્ક ક્રૂડ તેલ સપ્તાહના અંતે બેરલદીઠ 37.33 ડોલર અને બ્રેન્ટ ક્રૂડ તેલ બેરલદીઠ 39.83 ડોલર બોલાયું હતું. ઘરેલૂ બજારમાં વાયદા બજાર એમસીએક્સ પર ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો બેરલદીઠ રૂ.160 ઘટી રૂ.2,743 થયો હતો.

કૃષિ કોમોડિટીઝમાં સપ્તાહ દરમિયાન કપાસમાં 1,216 ટન અને કોટનમાં 21,125 ગાંસડીનું વોલ્યુમ નોંધાયું હતું. ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે કપાસમાં 516 ટન અને કોટનમાં 23,075 ગાંસડીના સ્તરે રહ્યો હતો. કોટનનો વાયદો સપ્તાહના અંતે ગાંસડીદીઠ રૂ.320ના ઉછાળા સાથે રૂ.17,840ના સ્તરે પહોંચ્યો હતો. સપ્તાહ દરમિયાન, સીપીઓમાં 8,456 સોદાઓમાં કુલ રૂ.885.21 કરોડનાં 1,16,020 ટનના વેપાર થયા હતા, જ્યારે ઓપન ઈન્ટરેસ્ટ સપ્તાહના અંતે 76,390 ટનના સ્તરે રહ્યો હતો.