વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.250નો સાપ્તાહિક ઉછાળો, સોનું તેજ, ચાંદી નરમ

0
12

કોમોડિટી એક્સપ્રેસઃ ક્રૂડ તેલના વાયદાના ભાવમાં રૂ.250નો સાપ્તાહિક ઉછાળો, સોનું તેજ, ચાંદી નરમ

 

 

દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર 14થી 18 સપ્ટેમ્બરના સપ્તાહ દરમિયાન વિવિધ કોમોડિટીઝમાં કેટલી વધઘટ થઈ તે જોઈએ. સૌપ્રથમ કીમતી ધાતુઓની વાત કરીએ તો, સોનાનો ઓક્ટોબર વાયદો સપ્તાહના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.51,599ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૂ.52,182 અને નીચામાં રૂ.51,181ના મથાળે અથડાઈ સપ્તાહના અંતે રૂ.396 અથવા 0.77 ટકાના ઉછાળા સાથે રૂ.51,715ના ભાવે બંધ થયો હતો.

જ્યારે ગોલ્ડ-ગિનીનો સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.41,780ના ભાવે ખૂલી, સપ્તાહના અંતે રૂ.14 અથવા 0.03 ટકાના ઘટાડા સાથે રૂ.41,669ના સ્તરે બંધ થયો હતો. આ વાયદો સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.42,100 અને નીચામાં રૂ.41,444 બોલાયો હતો.

વિડીયો : કોમોડિટી એક્સપ્રેસ : સાપ્તાહિક રિપોર્ટ 14 થી 18 સપ્ટેમ્બર

 

સોનાના વિવિધ વાયદાઓમાં સપ્તાહ દરમિયાન 2,60,409 સોદાઓમાં કુલ રૂ.41,372.66 કરોડનું 80.007 ટન સોનાના વેપાર થયા હતા, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 19.400 ટનના સ્તરે રહ્યો હતો.

હવે ચાંદીના વાયદાની વાત કરીએ તો એમસીએક્સ ખાતે ચાંદીનો ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે કિલોદીઠ રૂ.68,485ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં રૂ.69,887 અને નીચામાં રૂ.66,650ના સ્તરને સ્પર્શી સપ્તાહના અંતે રૂ.51 અથવા 0.08 ટકા ઘટી રૂ.67,877ના ભાવે બંધ થયો હતો. ચાંદીના વિવિધ વાયદાઓમાં સપ્તાહ દરમિયાન 9,74,496 સોદાઓમાં કુલ રૂ.38,477.60 કરોડનાં 5,620.245 ટન ચાંદીના વેપાર થયા હતા, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 583.033 ટનના સ્તરે રહ્યો હતો.

કીમતી ધાતુનો સૂચકાંક એમસીએક્સ બુલડેક્સનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે 16,110ના મથાળે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊપરમાં 16,357 અને નીચામાં 15,966 બોલાઈ, 391 પોઈન્ટની મૂવમેન્ટ સાથે સપ્તાહના અંતે 84 પોઈન્ટ અથવા 0.52 ટકા વધી 16,147ના સ્તરે બંધ થયો હતો. સપ્તાહ દરમિયાન બુલડેક્સ ફ્યુચર્સમાં 11,808 સોદામાં રૂ.1,123.95 કરોડનાં 13,900 લોટ્સનું વોલ્યુમ નોંધાયું હતું, જ્યારે સપ્તાહના અંતે 352 લોટ્સના સ્તરે રહ્યો હતો.

હવે એનર્જી સેગમેન્ટની વાત કરીએ તો એમસીએક્સનો ક્રૂડ તેલનો સપ્ટેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે બેરલદીઠ રૂ.2,769ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઊંચામાં રૂ.3,042 અને નીચામાં રૂ.2,705 બોલાઈ, સપ્તાહના અંતે રૂ.250 અથવા 9.11 ટકાના ઉછાળા સાથે રૂ.2,993ના ભાવે બંધ થયો હતો. ક્રૂડ તેલના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન 2,52,485 સોદાઓમાં કુલ રૂ.11,493.56 કરોડનાં 3,99,07,500 બેરલ્સના કામકાજ થયાં હતાં, જ્યારે સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ 1,57,300 બેરલ્સના સ્તરે રહ્યો હતો.

હવે કૃષિ કોમોડિટીઝની વાત કરીએ તો, એમસીએક્સનો કપાસનો એપ્રિલ વાયદો 20 કિલોદીઠ રૂ.6.50 અથવા 0.63 ટકા ઘટી રૂ.1,027.50 થયો હતો. જ્યારે એમસીએક્સ રૂ અથવા કોટનનો ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.40 અથવા 0.22 ટકા વધી સપ્તાહના અંતે રૂ.17,880 બોલાયો હતો.

એમસીએક્સનો ક્રૂડ પામ તેલ (સીપીઓ)નો સપ્ટેમ્બર વાયદો 10 કિલોદીઠ રૂ.772.80ના ભાવે ખૂલી, ઊંચામાં રૂ.812.80 અને નીચામાં રૂ.772.40 બોલાઈ, સપ્તાહના અંતે રૂ.43.50 અથવા 5.69 ટકાની તેજી સાથે રૂ.808.50ના ભાવે બંધ થયો હતો.

સપ્તાહ દરમિયાન, કપાસમાં 2,312 ટન, કોટનમાં 30,100 ગાંસડી, સીપીઓમાં 1,82,700 ટન અને મેન્થા તેલમાં 313 ટનના વેપાર થયા હતા. સપ્તાહના અંતે ઓપન ઈન્ટરેસ્ટ કપાસમાં 396 ટન, કોટનમાં 28,150 ગાંસડી, સીપીઓમાં 71,550 ટન અને મેન્થા તેલમાં 156 ટનના સ્તરે રહ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here