સપ્તાહના પહેલા દિવસે નજીવા વધારા સાથે ખુલ્યું શેરબજાર, સેન્સેક્સ 42 અંક વધ્યો નિફ્ટી 11,200ને પાર

0
0

સપ્તાહના પહેલા દિવસે ઘરેલુ શેરબજારની શરૂઆત પોઝિટિવ રહી છે. ગ્લોબલ સેન્ટિમેન્ટ અને કોરોના વેક્સિનને લઈ સકારાત્મક પરિણામ સામે આવતા ઘરેલુ શેરબજારને સપોર્ટ મળ્યો છે. બીએસઈ પર બેંચમાર્ક ઈન્ડેક્સ સેન્સેક્સ શુક્રવારના બંધ 38,128ની સામે સોમવારે 38,275 પર ખુલી લખાય ત્યાં સુધી 42 અંક અથવા 0.11 ટકા વધીને 38,171 નજીક કારોબાર કરી રહ્યો છે.

જ્યારે નિફ્ટી 50 આંક અગાઉના બંધ 11,194ની સામે 11,225 પર ખુલી હાલ 23 અંક વધીને 11,212 નજીક ટ્રેડ કરી રહ્યો છે. જો કે, બેંકિંગ સેક્ટરમાં વેચવાલી થતા બેંક નિફ્ટી ઇન્ડેક્સ 296 અંક અથવા 1.31 ટકા ગગડીને 22,365 નજીક કારોબાર કરી રહ્યો છે. વિવિધ સેક્ટર્સની વાત કરીએ તો આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ, હેલ્થકેર, ઓટો, FMCG, ફાઇનાન્સ, ટેલિકોમ અને પાવર સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી રહી છે. જ્યારે એનર્જી, ટેક અને ઓઇલ એન્ડ ગેસ સેક્ટર્સમાં ખરીદદારી છે.

ગ્લોબલ માર્કેટમાં મિશ્ર ચાલ

મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે શરૂઆતી સેશનમાં લગભગ 608 સ્ક્રીપ્ટ્સમાં તેજી જ્યારે 488 સ્ક્રીપ્ટ્સમાં મંદી જોવાઈ રહી છે. જ્યારે 95 સ્ક્રીપ્સ ફેરફાર વગર ટ્રેડ કરી રહી છે. ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો આજે એશિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. SGX NIFTY 0.20 ટકા, જાપાન નિક્કી 0.37 ટકા, હોંગકોંગ હેંગસેંગ 0.14 ટકા ગગડીને ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે શાંઘાઈ કમ્પોઝિટ્સ 0.09 ટકા અને કોસપી 26.70 વધ્યા છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here