ભરપેટ જમીને પણ વજન ઉતારી શકાય છે : જાણો કેવી રીતે

0
18

વધેલા વજનાથે આજકાલ સૌ કોઈ હેરાન પરેશાન છે. બધાને સ્લીમ ટ્રીમ થવું છે. ઝીરો ફિગર કરવું છે પરંતુ ભૂખ્યું રહેવાતું નથી. કસરત થઈ શકતી નથી અને વોકિંગ માટે સમય મળતો નથી. તો આવી સમસ્યાઓ વચ્ચે ઝીરો ફિગર કેવી રીતે મેળવવું એ મોટો પ્રશ્ન થઈ જાય છે. વજન ઘટાડવાના છેલ્લા ઉપાય તરીકે લોકો જમવાનું બંધ કરી દેતા હોય છે, જે વાસ્તવિક રીતે બહુ મોટી ભૂલ સાબિત થઈ શકે છે. ખરેખર તો આપણે ખોરાક બદલવાની જરૂર હોય નહીં કે ભોજન બંધ કરવાની. અહી એવી વસ્તુઓની યાદી ઉપલબ્ધ છે જે તમને વજન ઘટાડવામાં મદદ કરશે અને ફેટ આઉટ કરીને હેલ્થ ઈન કરશે.

સલાડ: જો તમને સલાડના નામથી પણ અકળામણ થતી હોય, વધુ ટેસ્ટી કશું જોઈતું હોય તો સલાડમાં અવનવા ડ્રેસિંગ ટ્રાય કરો અને સુંદર ડેકોરેશન સાથે સલાડ લો. તમે સવારથી સાંજમાં ૩ ૪ મીલ સલાડ લઈ શકો છો. જેમાં ફણગાવેલા કઠોળનો ઉપયોગ કરી શકો છો, બધા ફ્રુટ અને ડ્રાયફ્રૂટનો સમાવેશ કરી શકો છો, પનીર, અને ટોફુંનો ઉપયોગ કરીને તમે હેલ્થ અને ટેસ્ટ બંને મેળવી શકો છો.

ક્વિનોઆ અને રાગી : આ બંને એવા ધાન્ય છે જે તમને ટેસ્ટ આપશે, કશું ખાધાની ફિલ આપશે પરંતુ તેનાથી ફેટ વધશે નહીં. શરીરમાંથી ડાયાબીટીશ જેવી બીમારીઓ પણ આ ધાનથી દૂર થતી હોય છે. આથી ક્વિનોઆમાંથી સલાડ, ઉપમા, ભેળ જેવી ચટપટી વાનગી બનાવી શકાય છે. જ્યારે રાગીમાંથી રોટલી, ભાખરી, પુડલા, ઢોકળા, ખીચું, શીરો એવી વાનગી બની શકે છે.

સૂપ: વર્તમાન સમયમાં વરસાદ પડતો હોય અને જો ગરમાગરમ સૂપ મળી જાય તો પછી પૂછવું જ શું. મજા જ પડી જાય. એક સાથે ૩ લાભ મળે. એક શરીરમાં ઘટતા વિટામિન્સ, મિનરલ્સ બધું મળે. બીજું ટેસ્ટ મળે અને સૂપમાં નાંખેલ વેજિટેબલ્સ આપણે ખાઈએ, ત્રીજું ચરબી વગરનો સાત્વિક આહાર લેવાથી ફિટ પણ થઈ શકાય.

દાળ: રોજ જુદી જુદી દાળ વધુ પાણી સાથે લેવી જોઈએ. દરેક દાળના લાભ જુદા જુદા છે. આથી દાળને સૂપની જેમ એકલી લઈ શકાય છે. દાળ સાથે દાળીયા, ખાખરો કે સૂપ ટોસ્ટનું કોમ્બીનેશન કરીને તમે તેને ટેસ્ટી બનાવી શકો છો. દાળના પોષક્તત્વો સાથે અનેક ફાયદા મળે છે અને વિશેષ રીતે ટમી ભરેલું લાગે છે. આમ આ રીતે ડાયટ પ્લાન કરવાથી ટેસ્ટ અને હેલ્થ બંને મળી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here