અમદાવાદ : “ધન્વંતરી આરોગ્ય રથ”ના ડોક્ટરો તેમજ સ્ટાફનું ગુલાબની વર્ષાથી સ્વાગત

0
0

અમદાવાદ. શાહપૂર હલીમની ખડકી ખાતે “ધન્વંતરી આરોગ્ય રથ” મેડિકલ વાન છેલ્લા એક સપ્તાહથી દરરોજ બે કલાક ઉભી રાખવામાં આવે છે. આ વિસ્તારના 750થી વધુ નાગરિકોને શરદી, ખાંસી, તાવ, અશક્તિ જેવા અનેક રોગોની દવા નિશુલ્ક આપવામાં આવી હતી.

“ધન્વંતરી આરોગ્ય રથ”માં કાર્યરત ડોક્ટર કેયુરભાઈ ખાંટ તથા ડોક્ટર વંદન ભાઈ વસાવા લેબ ટેકનિશિયન,જેનુદીન કડિયા પેરામેડિકલ સ્ટાફ, છત્રસિંહ વસાવા ફાર્માસિસ્ટ,બળવંતસિંહ પરમાર ડ્રાઇવરનું આ વિસ્તારની જનતા તથા દરિયાપૂરનાં લોકો દ્વારા સન્માન પત્ર આપી તેમજ ગુલાબની પાંખડીઓની વર્ષા કરી તેમના જુસ્સાને બિરદાવવામાં આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here