રાજકોટ : ગાંજાની હેરાફેરી કરતા જાણીતા ગાયક કલાકાર ઝડપાયા

0
10

રાજકોટ અમદાવાદ હાઇવે પર ગાયક કલાકાર 16 કિલો ગાંજા સાથે ઝડપાયો

ગુજરાતના જાણીતા ગાયક કલાકાર મનીષદાન બાદાણી ગાંજા સાથે ધરપકડ કરવામાં આવી છે. સ્કૂલ બેગમાં ગાંજાની હેરાફેરી કરતા ગાયક કલાકાર SOGના હાથે રંગેહાથે ઝડપાયા છે. SOGએ 16 કિલો 254 ગ્રામ ગાંજા સાથે ગાયક કલાકારની ધરપકડ કરી છે આ સિવાય કાર સહિત રૂપિયા 5 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે.

મળતી વિગત મુજબ, એસ.ઓ.જી પોલીસને ચોક્કસ બાતમીના આધારે ગાંજાનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. એસઓજી પીએસઆઇ અંસારી & ટીમ દ્વારા માલિયાસણ ચોકડીથી સોખડા ચોકડી વચ્ચે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન ગાંજાની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. બાતમી હકિકત આધારે વોચમાં ઉભા રહી ગોઠવાય જતા ઉપરોક્ત વર્ણન વાળી કાર પસાર થતા તેને રોકી ચેક કરતા ચાલકનુ નામ પુછતા પોતે પોતાનું નામ મનીષદાન નવલદાન બાદાણી હોવાનું જણાવ્યું હતું.

બાદમાં તપાસ દરમિયાન ગાડીમાંથી પાછળની સીટમાં સ્કૂલબેગ જેવા બે કાળા કલરના થેલા મળી આવ્યા હતા. થેલાની અંદરથી 3-3 બોક્ષ એટલે કે કુલ છ બોક્સ ભરીને ગાંજો લઈ જવામાં આવી રહ્યો હતો. પોલીસે છ બોક્સમાં ફુલ 16.254 કિલોનો ગાંજાનો મોટો જથ્થો જપ્ત કર્યો છે.

હાલ પોલીસે ગાંજાની કુલ કીમત રૂ.97524 તથા કારની કીમત રૂ .4,000,00 આરોપીના મોબાઇલની કીમત રૂ .10,000 એમ કુલ રૂ.5,07,524 ગણી તપાસ અર્થે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી.