દુઃખદ : જાણીતી સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રાએ હોટલના રૂમમાં આત્મહત્યા કરી.

0
19

2020નું વર્ષ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી માટે ઘણું જ કપરું છે. લોકપ્રિય સાઉથ એક્ટ્રેસ તથા VJ ચિત્રા બુધવાર (9 ડિસેમ્બર) ની વહેલી સવારે હોટલના રૂમમાં મૃત અવસ્થામાં મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ સુસાઈડનો કેસ હોવાનું માનવામાં આવે છે. પોલીસે આ કેસની તપાસ શરૂ કરી દીધી છે. કહેવાય છે કે 29 વર્ષીય ચિત્રાએ મોડી રાત સુધી શૂટિંગ કર્યું હતું. આત્મહત્યા કરતા પહેલાં તેણે સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ શૅર કરી હતી.

પોલીસને 3.30 વાગે સૂચના આપવામાં આવી

પોલીસના જણાવ્યા પ્રમાણે, શૂટિંગ પૂર્ણ કરીને ચિત્રાએ રાત્રે એક વાગે રૂમમાં ચેક-ઈન કર્યું હતું. હોટલ મેનેજરે 3.30 વાગે 100 નંબર પર ફોન કરીને ચિત્રાના મોત અંગેની માહિતી આપી હતી. પોલીસ હાલમાં મોતના કારણનું તપાસ કરી રહી છે.

ચિત્રાએ મરતા પહેલાં પોતાના ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયામાં શૅર કરી હતી.

 

પરિવાર ચેન્નઈમાં જ રહે છે

ચિત્રાના પરિવારના સભ્યો ચેન્નઈમાં જ રહે છે. પોલીસે પરિવારને પણ સૂચના આપી છે. ચિત્રા ચેન્નઈના કોટ્ટુપુરમમાં રહેતી હતી. ચિત્રાએ ઓગસ્ટમાં જ બિઝનેસમેન હેમંત સાથે સગાઈ કરી હતી. ચિત્રાએ તાજેતરમાં જ તમિળ ફિલ્મ સાઈન કરી હતી. આ ફિલ્મમાં તેનો મહત્ત્વનો રોલ હતો.

‘પાંડિયન સ્ટોર્સ’થી ઘેર-ઘેર જાણીતી બની

ચિત્રા ટીવી સિરિયલ ‘પાંડિયન સ્ટોર્સ’ને કારણે લોકપ્રિય થઈ હતી. આ સિરિયલમાં તે મુલઈનો રોલ પ્લે કરતી હતી.

પરિવાર તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી

ચિત્રા પરિવાર તથા હેમંત તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરિવાર તથા એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી હાલ ઘેરા શોકમાં છે.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here