પશ્ચિમ બંગાળ: નંદીગ્રામમાં ધર્મેન્દ્ર પ્રધાનની રેલીમાં હુમલો, BJP કાર્યકર્તા ઈજાગ્રસ્ત

0
5

પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન રાજકીય હિંસા થઈ રહી છે. હવે પ્રદેશની સૌથી હાઈ પ્રોફાઈલ સીટ નંદીગ્રામમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ચૂંટણી રેલીમાં હુમલો થયો છે. આરોપ છે કે આ હુમલો તૃણમુલ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યો છે. આ હુમલામાં ભાજપના એક કાર્યકર્તા ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે.

મળતી જાણકારી અનુસાર, નંદીગ્રામ-1 દક્ષિણ મંડળના યુવા મોર્ચા અધ્યક્ષ પૂરન ચંદ્રા પાત્રોનુ માથુ ફાટ્યુ છે. તેઓ નંદીગ્રામના સોનચુરામાં થઈ રહેલી કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનની ચૂંટણી જનસભામાં સામેલ થયા હતા. ઈજાગ્રસ્ત કાર્યકર્તાને કેન્દ્રીય મંત્રીએ હોસ્પિટલ પહોંચાડ્યા છે. ધર્મેન્દ્ર પ્રધાને અર્ધસૈનિક દળની સંખ્યા વધારીને નિષ્પક્ષ ચૂંટણી કરાવવાની માગ કરી છે.

અગાઉ ઉત્તરી 24 પરગણાના જગદલમાં ક્રૂડ બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલામાં એક બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. જે જગ્યાએ આ હુમલો થયો તે સ્થાન ભાજપ સાંસદ અર્જુન સિંહના ઘરેથી વધારે દૂર નથી. ભાજપ આ હુમલાની ફરિયાદ ચૂંટણી આયોગને કરશે.

ઉત્તરી 24 પરગણા જિલ્લાના જગદલ વિસ્તારમાં બુધવારે રાતે 18 નંબર ગલીમાં આ ઘટના ઘટી જેમાં 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ સ્થળ બેરકપુરથી ભાજપ સાંસદ અર્જુન સિંહના ઘરેથી વધારે દૂર નથી. બોમ્બ ફેંકવાની ઘટના પર ભાજપ સાંસદ અર્જુન સિંહે કહ્યુ કે લગભગ 15 સ્થળ પર બોમ્બ ફેંકવામાં આવ્યા અને સીસીટીવી કેમરાને તોડી દીધા.

હુમલા પર ભાજપ સાંસદ અર્જુન સિંહે કહ્યુ હતુ કે અમે છેલ્લા 10થી 12 દિવસથી પોલીસને માહિતગાર કરી રહ્યા છીએ, પરંતુ પોલીસે કોઈ પગલા લીધા નહીં. અમે ચૂંટણી આયોગને પણ જણાવ્યુ હતુ અને આ દરમિયાન ફરીથી બોમ્બ બ્લાસ્ટની ઘટના થઈ ગઈ. આ હુમલામાં એક બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. વાસ્તવમાં પોલીસે કોઈ પગલા ઉઠાવ્યા નથી આવુ તેઓ સત્તાધારી દળના નિર્દેશો પર કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here