પશ્ચિમ બંગાળ : ભાજપના નેતાનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળ્યો

0
1

પશ્ચિમ બંગાળમાં ચાલી રહેલા ચૂંટણી પ્રચાર વચ્ચે હિંસાની ઘટનાઓ પણ શરુ થઈ ગઈ છે.

રાજ્યના કૂચ બહિર જિલ્લામાં આજે સવારે ભાજપના એક નેતાનો મૃતદેહ પાર્ટી કાર્યાલય પાસે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળીઆવ્યા બાદ ખળભળાટ મચી ગયો હતો.ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યો કર્યો હતો કે, આ એક પૂર્વયોજિત હત્યા છે.ટીએમસીના કાર્યકરોએ જ આ હત્યા કરી છે.તેઓ ઈચ્છી રહ્યા છે કે, અમ ડરીને પોતાના ઘરોમાં છુપાઈ જઈએ.જોકે એવુ થશે નહીં.અમે આ ચૂંટણીમાં અમારી લડાઈ ચાલુ રાખીશું.

બીજી તરફ ટીએમસીના કાર્યકરોએ ભાજપના આરોપોને ફગાવી દીધા છે.જોકે પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગમાં હત્યાઓ નવી વાત નથી.આ પહેલા પણ આવા બનાવો બની ચુક્યા છે અને મોટાભાગના કિસ્સાઓમાં ભાજપના જ નેતાઓ કે કાર્યકરોએ જીવ ગુમાવ્યા છે.તાજેતરમાં સોનાપુર માં ભાજપના એક કાર્યકર વિકાસ નસ્કરનો મૃતદેહ પણ આ જ રીતે ગળે ફાંસો ખાધેલી હાલતમાં ઝાડ પર લટકતો મળી આવ્યો હતો.

પશ્ચિમ બંગાળમાં જેમ જેમ ચૂંટણીઓ નજીક આવતી જશે તેમ વધારે લોહી રેડાશે તેવી દહેશત પણ સેવાઈ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here