પશ્ચિમ બંગાળ : ભાજપનો ચૂંટણી ઢંઢેરો ગૃહમંત્રી અમિત શાહ આજે જાહેર કરશે

0
3

પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી માટે ભાજપનો ચૂંટણી ઢંઢેરો ગૃહમંત્રી અમિત શાહ આજે જાહેર કરશે. આજે સાંજે મેનિફેસ્ટો જાહેર થશે. અમિત શાહ પૂર્વ મેદિનીપુર જિલ્લાના એગરમાં બપોરે એક ચૂંટણી રેલી સંબોધિત કરશે. જે બાદ સાંજે તેઓ ભાજપનો મેનિફેસ્ટો જાહેર કરશે.

ભાજપ પ્રમાણે મેનિફેસ્ટો તૈયાર કરવા માટે બે કરોડ લોકોના સુચના લેવામાં આવ્યા છે. 2019ની લોકસભાની ચૂંટણી માટે પણ ભાજપે લોકોના મતના આધાર પર મેનિફેસ્ટો તૈયાર કર્યો હતો. મેનિફેસ્ટોમાં આયુષ્માન ભારત યોજનાને બંગાળમાં લાગૂ કરવાનું વચન આપી શકે છે. તે સિવાય સરકારી નોકરીમાં મહિલાઓ માટે 33% અનામતનો વાયદો પણ હોય શકે છે.

ઉલ્લેખનિય છે કે, બંગાળમાં વિધાનસભાની 294 સીટો માટે આઠ તબક્કામાં મતદાન યોજાશે. બંગાળની ચૂંટણીમાં ભાજપ એડીચોટીનું જોર લગાવી રહ્યું છે. અહીં પ્રચાર માટે કેન્દ્રીય મંત્રીઓની ફોજ ઉતારી દેવામાં આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here