પશ્ચિમ બંગાળ : મતુઆ તૃણમૂલ અને ભાજપ વચ્ચે વહેંચાયા, તેમના ગઢ ઠાકુર નગરમાં સ્થાનિક નેતાઓના બળવાથી ભાજપને નુકસાન

0
4

નોર્થ-24 પરગણા અને સાઉથ-24 પરગણા, આ પશ્ચિમ બંગાળના બે એવા જિલ્લા છે જે પ્રદેશની સરકાર બનાવે છે. અહીં જે જીતે તે બંગાળની સત્તામાં સરળતાથી પહોંચી શકે છે કેમ કે આ બંને જિલ્લામાં વિધાનસભાની 64 બેઠકો (33 બેઠક નોર્થ 24 પરગણા અને 31 સાઉથ-24 પરગણા)માં આવે છે.

તૃણમુલે 2016માં નોર્થ-24 પરગણાની 33માંથી 27 બેઠક જીતી હતી એટલા માટે તે મોટા માર્જિનથી ચૂંટણી જીતી હતી પણ આ વખતે ભાજપે તેના માટે મુશ્કેલી પેદા કરી છે. 22 એપ્રિલે છઠ્ઠા તબક્કામાં નોર્થ-24 પરગણાની જે 17 બેઠકો પર મતદાન છે તેમાં તૃણમૂલ-ભાજપમાં કાંટાની ટક્કર છે. કેમ કે મતુઆ મતદારો ભાજપ અને તૃણમૂલ વચ્ચે વહેંચાયેલા દેખાય છે.

ખરેખર નોર્થ-24 પરગણામાં મતુઆઓની મોટી વસતી છે. દેશભરમાં તેમની વસતી 5 કરોડ જણાવાઈ છે. તેમાંથી 3 કરોડ બંગાળમાં છે. 1 કરોડ 80 લાખ મતદાર છે. જાતિના હિસાબે જોવામાં આવે તો એસસીની કેટેગરીમાં આવે છે. તેમને સાંકળવા કેટલાક જરૂરી છે તેનો અંદાજ તમે એનાથી લગાવી શકો કે થોડા દિવસ પહેલા પીએમ મોદી બાંગ્લાદેશ ગયા હતા તો મતુઆ મહાસંઘના સંસ્થાપક હરીચંદ્ર ઠાકુરના મંદિરે જઈને તેમને આશીર્વાદ લીધા હતા.

મતુઆ મતદારોને સાધવા માટે ભાજપે સીએએનો કાર્ડ ખેલ્યો છે. મતુઆ બહુમતી ધરાવતી બનગાંવ લોકસભામાં આવતી ગાયઘાટ સીટથી ભાજપે બનગાંવ સાંસદ શાંતનુ ઠાકુરના ભાઈ સુબ્રત ઠાકરુને મેદાને ઊતાર્યા છે. કેમ કે ઠાકુર પરિવાર મતુઆ સમુદાયથી છે અને તેમનો સમાજમાં સારો એવો પ્રભાવ પણ છે. પણ આ પરિવારથી આવતા મમતા ઠાકુર તૃણમૂલ સાથે છે. એવામાં મતુઆ સમાજ પણ તૃણમૂલ અને ભાજપ વચ્ચે વહેંચાયેલો દેખાય છે.

સુબ્રત ઠાકુરને ટિકિટ મળતા સ્થાનિક નેતાઓનો બળવો

મતુઆ સમુદાયના ગઢ ઠાકુરનગરમાં સુબ્રત ઠાકુરને ટિકિટ અપાતા ભાજપના સ્થાનિક નેતાઓએ બળવો પોકાર્યો છે. તે ખુદ ટિકિટ ઈચ્છતા હતા. ટિકિટ ન મળતાં અનેક નેતા નવી પાર્ટી બનાવી મેદાને ઉતર્યા છે. એવામાં ભાજપના વોટ કપાશે તે નક્કી છે. બનગાંવના પૂર્વ સાંસદ મમતા ઠાકુર કહે છે કે આસામમાં 19 લાખ લોકોને ડિટેન્શન કેમ્પમાં નાખી દીધા. લોકસભામાં જીત પછી મતુઆ સમુદાયને નાગરિકતા ન આપી. એટલા માટે સમાજના લોકો હવે ભાજપને નહીં પણ તૃણમૂલને વોટ આપશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here