પશ્ચિમ બંગાળ : ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના નેતાની રેલી પર પથ્થરમારો

0
6

પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ભાજપના નેતા શાહનવાઝ હુસેનની રેલી પર હાવડા વિસ્તારમાં પથ્થરમારો થયો હોવાની ઘટના બની છે.

શાહનવાઝ હુસેને જાતે આ વાતની જાણકારી આપતા કહ્યુ હતુ કે, રેલીમાં જે રીતે લોકો ઉમટયા હતા તે જોઈને ટીએમસીના ગુંડાઓ ઉશ્કેરાયા હતા અને તેમણે પથ્થરમારો શરુ કર્યો હતો. આ ઘટનામાં ભાજપના એક કાર્યકરને ઈજા પણ થઈ છે.તેને હોસ્પિટલમાં ભરતી કરાવાયો છે. શાહનવાઝે કહ્યુ હતુ કે, સુરક્ષાદળોએ પણ સ્વીકાર્યુ છે કે, રેલીમાં સુરક્ષા ઓછી હતી. જેના કારણે ટીએમસી કાર્યકરોને હુમલો કરવાનો મોકો મળી ગયો હતો. પહેલા હંગામો કર્યા બાદ તેમણે પથ્થરો ફેંક્યા હતા.

બંગાળમાં ચોથા તબક્કા માટેનુ મતદાન 10 એપ્રિલે થવાનુ છે. આ તબક્કામાં 44 બેઠકો માટે લોકો મત આપશે.ચોથા તબક્કા માટે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે. ગૃહ મંત્રી અમિત શાહ પોતે ચાર રેલી સંબોધવાના છે. બીજી તરફ રાજ્યમાં છુટા છવાયા હિંસાના બનાવો પણ યથાવત છે અને ભાજપ તથા ટીએમસી એક બીજા પર દોષારોપણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here