Saturday, August 20, 2022
Homeશ્રીલંકા શ્રેણી માટે વિન્ડીઝ ટીમ જાહેર : 41 વર્ષીય ક્રિસ ગેલની 2...
Array

શ્રીલંકા શ્રેણી માટે વિન્ડીઝ ટીમ જાહેર : 41 વર્ષીય ક્રિસ ગેલની 2 વર્ષ પછી T-20 ટીમમાં વાપસી.

- Advertisement -

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે શ્રીલંકા સામે ઘરેલુ T-20 અને વનડે શ્રેણી માટે 14 સદસ્યની ટીમ જાહેર કરી છે. 41 વર્ષીય ક્રિસ ગેલની લગભગ 2 વર્ષ પછી T-20 ટીમમાં વાપસી થઈ છે. જ્યારે, ફાસ્ટ બોલર ફિડેલ એડવર્ડ્સને 8 વર્ષ પછી તક મળી છે.

ગેલે છેલ્લી T-20 8 માર્ચ 2019ના રોજ ઘરે જ ઇંગ્લેન્ડ સામે રમી હતી. 39 વર્ષીય ફિડેલે પોતાની અંતિમ T-20 29 સપ્ટેમ્બર 2012ના રોજ શ્રીલંકા સામે રમી હતી.

ગેલ અત્યારે પાકિસ્તાન માં PSL રમી રહ્યો છે

આ વર્ષના અંતે ભારત T-20 વર્લ્ડ કપની યજમાની કરશે. તેને ધ્યાનમાં રાખતાં વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડે ગેલને ટીમમાં જગ્યા આપી છે. આ દિગ્ગજ પ્લેયર અત્યારે પાકિસ્તાન સુપર લીગ (PSL)માં રમી રહ્યો છે. એડવર્ડ્સે હાલમાં જ અબુ ધાબી T-10 ટૂર્નામેન્ટમાં ભાગ લીધો હતો.

બંને ટીમો વચ્ચે 3 માર્ચે પ્રથમ T-20 રમાઈ હતી

શ્રીલંકા સામે 3 T-20 શ્રેણીની પહેલી મેચ 3 માર્ચે રમાશે. બીજી મેચ 5 અને ત્રીજી 7 માર્ચે રમાશે. તે પછી 3 વનડેની શ્રેણી રમાશે. ત્રણેય વનડે 10, 12 અને 14 માર્ચે રમાશે. અંતે બંને ટીમ 21 અને 29 માર્ચે 2 ટેસ્ટમાં પણ ટકરાશે.

વેસ્ટ ઇન્ડિઝની ટીમ

T-20: કાયરન પોલાર્ડ (કપ્તાન), નિકોલસ પૂરન, ફેબિયન એલેન, ડ્વેન બ્રાવો, ફિડેલ એડવર્ડ્સ, આન્દ્રે ફ્લેચર, ક્રિસ ગેલ, જેસન હોલ્ડર, અકીલ હુસેન, એવીન લુઈસ, ઓબેડ મેકોય, રોમન પોવેલ, લેન્ડલ સિમન્સ અને કેવિન સિંક્લેર

વનડે: કાયરન પોલાર્ડ (કપ્તાન), શાઈ હોપ, ફેબિયન એલેન, ડેરેન બ્રાવો, જેસન હોલ્ડર, અકીલ હુસેન, અલઝારી જોસેફ, એવીન લુઈસ, કાઈલ મેયર્સ, જેસન મોહમ્મદ, નિકોલસ પૂરન, રોમારિયો શેફર્ડ અને કેવિન સિંક્લેર

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular