જૂનાગઢ : ગીર પશ્ચિમ, પૂર્વમાં એક દિવસમાં બે સિંહનાં મોત

0
22

જૂનાગઢ: ગીર પશ્વિમ વિસ્તારના ડેડાકાડી રેન્જમાં એક સિંહણ બિમાર હોવાને કારણે તેમને સારવાર માટે સાસણની સિંહ હોસ્પિટલ ખાતે લઇ આવવામાં આવી હતી અને 19 દિવસ સુધી સારવારમાં રાખ્યા બાદ તેમનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

વન વિભાગના જણાવ્યા અનુસાર તા.12 જાન્યુઆરીએ ગીર પશ્વિમ વિભાગના ડેડાકાડી રેન્જના ગડકબડ્રી વિસ્તારમાં એક બિમાર સિંહને સાસણની સિંહ હોસ્પિટલ ખાતે ખસેડાઈ હતી. 5 વર્ષની સિંહણને લકવાની બિમારી હોય અને 19 દિવસ સુધી સારવાર આપ્યા બાદ પણ તેમનું મોત થયું હતું. વન વિભાગે સિંહણને બચાવવા માટે અનેક પ્રયાસો કરી સારવાર આપી તેમ છતાં પણ લકવાની બિમારીના કારણે સિંહણનું મોત થયું છે. તે ઉપરાંત ગીર પૂર્વના હડાલા રેન્જના ફકીરગલા ચેકડેમ અભયારણ્ય વિસ્તારમાંથી 8થી 9 વર્ષની સિંહણનો મૃતદેહ મળ્યો હતો. આરએફઓ અને ફિલ્ડ સ્ટાફએ વેટરનરી ડોક્ટરની હાજરીમાં મૃતદેહનું નિરીક્ષણ કર્યુ હતું. જેમાં જાણવા મળ્યું હતું કે, શ્વસન, કાર્ડિયાક, હિપેટિક અને રેનલને કારણે સિંહણનું મોત થયું છે. ત્યારે એક દિવસમાં બે સિંહણના મોતને લઇને વન વિભાગ દોડતું થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here