દિવાળીના તહેવારોને લઇને પશ્ચિમ રેલવેનો મહત્વનો નિર્ણય, 5 વિશેષ ટ્રેનો અમદાવાદથી દોડાવાશે

0
21

દિવાળીના તહેવારોમાં વધતી ભીડને કારણે પશ્ચિમ રેલવેનો નિર્ણય લેવાયો છે. અમદાવાદથી ઉપડતી 7 ટ્રેનોમાં વધારાના કોચ જોડાશે. કુલ 30 ટ્રેનોમાં ટિયર એસી કોચ અને સ્લીપર કોચ જોડાશે.

તહેવારોની સિઝન શરૂ થતા જ ટ્રેનમાં ખુબ ભીડ જોવા મળે છે. ત્યારે મુસાફરોને રાહત આપવા માટે રેલવેએ તહેવાર વિશેષ ટ્રેનોની સંખ્યા વધારી દીધી છે.છઠ અને દિવાળીના સમયે મોટી સંખ્યામાં લોકો અમદાવાદથી પોતાના ઘરે જાય છે. જેના કારણે ટ્રેનોમાં ખુબ જ ભીડ થઇ જાય છે. જેને ધ્યાનમાં રાખીને રેલવેએ વધુ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

પાંચ વિશેષ સ્પેશિયલ ટ્રેનો દોડાવાશે

અમદાવાદથી ખાસ પાંચ વિશેષ સ્પેશિયલ ટ્રેનો ટ્રેનો દોડાવાશે. જેમાં બાન્દ્રા ટર્મિનસ-ભગત કી કોઠી, હાપા-સાંત્રાગાંછી, અમદાવાદ-MGS ચેન્નાઈ સેન્ટ્રલ, રાજકોટ-નાગપુર અને હઝરત નિઝામુદ્દીન-પૂણે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે.

કુલ 30 ટ્રેનોમાં ટિયર એસી કોચ અને સ્લીપર કોચ જોડાશે

  • અમદાવાદથી લખનઉ, પ્રયાગરાજ, વારાણસી, ગોરખપુર, સુલ્તાનપુર, પટના, વૈષ્ણોદેવી જતી ટ્રેનોમાં વધુ કોચ જોડાશે.
  • બાન્દ્રા ટર્મિનસથી ભાવનગર, ભૂજ, દિલ્હી સરાય રોહિલ્લા, જમ્મુતવી જતી ટ્રેનોમાં વધુ કોચ જોડાશે.
  • દાદર-ભૂજ, સયાજી નગરી તવી એક્સપ્રેસ, પોરબંદર-હાવડા એક્સપ્રેસ, ભાવનગર-કોચુવેલી, ઓખા-તૂતોકોરીન વિવેક એક્સપ્રેસ, ઓખા-વારાણસી, ઓખા-જયપુર, પોરબંદર-સાંત્રાગાંછી જતી ટ્રેનોમાં વધુ કોચ જોડાશે.
  • પોરબંદરથી સિકંદરાબાદ, મુઝફ્ફરપુરા અને દિલ્હી સરાય રોહિલ્લા ટ્રેનોમાં વધુ કોચ જોડાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here