જીવનસાથીની કઈ ચાર બાબતો લગ્ન પહેલાં જાણવી જરૂરી છે

0
5

લગ્ન માટે જીવનસાથીની પસંદગી કરવી એ દરેક વ્યક્તિના જીવનનો મહત્વનો નિર્ણય હોય છે. સનાતન પરંપરામાં લગ્ન બંધન એક જન્મ નહીં પરંતુ સાત જન્મનું બંધન માનવામાં આવે છે. લગ્ન માટે પાર્ટનરની પસંદગી માત્ર બે વ્યક્તિની જ નહીં પરિવારની ખુશીઓનું કારણ બને છે. આચાર્ય ચાણક્યએ લગ્ન માટે યોગ્ય પાર્ટનરની પસંદગી અંગે કેટલીક મહત્વપૂર્ણ બાબતો જણાવી છે,ચાલો જાણીએ.

ગોત્રની તપાસ

લગ્ન પહેલા જીવનસાથીના ગોત્ર વિશે જાણકારી હોવી જરૂરી છે, આ માટે લગ્નમાં ગોત્ર મેળવવાની પરંપરાનો આધાર લેવામાં આવે છે, એવું માનવામાં આવે છે કે જો વર અને કન્યા બંનેનું એક જ હોય તો સંતાન સંબંધી સમસ્યા રહે છે

જીવનસાથીના બેગ્રાઉન્ડ વિશે જાણો

લગ્ન પહેલા જીવનસાથીના આર્થિક સામાજિક અને પારિવારિક જાણકારી પ્રાપ્ત કરી લેવી જોઈએ ચાણક્ય જણાવે છે કે સબંધ હંમેશા સમાનતા ધરાવતી વ્યક્તિ ની વચ્ચે થવા જોઈએ, જો તમારા સ્તર કરતાં તમારા જીવનસાથીના કે પરિવારનો સ્તર ઓછું કે વધારે હોય તો લગ્ન બાદ ઘણા પ્રકારની. સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

સુંદરતાની નહિ ગુણોને આપો મહત્વ

માત્ર ચહેરાની સુંદરતા જોઈને વરકે કન્યા સાથે લગ્ન કરવા જોઈએ નહીં, બૌદ્ધિક રૂપે સુંદર ગુણવાન કન્યાને જીવન સંગીની બનાવ્યા બાદ આર્થિક સુખાકારી અને કલ્યાણકારી અપાવતી હોય છે.

આ બાબતોનું રાખો ધ્યાન

જે ઘરમાં સ્ત્રીઓ મોડે સુધી ઊંઘતી હોય ત્યાં લક્ષ્‍મીનો વાસ થતો નથી આ માટે મોડે સુધી ઊંઘ નથી રહેતી હોય તેવી આળસુ કન્યા સાથે લગ્ન સમજી-વિચારીને કરવા જોઈએ, આ ઉપરાંત કટુ અને કર્કશ વાણી વાળી કન્યા જેના પરિવારમાં લગ્ન કરીને આવે છે તે પરિવારમાં અશાંતિનું વાતાવરણ બન્યું રહે છે.જ્યારે મીઠી અને મધુરી વાણી વાળી કન્યા અને પરિવાર સાથે સુખ અને સૌભાગ્ય લઇને આવે છે. તેમનું વૈવાહિક જીવન સામાન્ય રીતે સુખમય બની રહે છે.