વિધાનસભા સત્ર શરૂ થતાં જ કોંગ્રેસે હોબાળો કર્યા બાદ પરેશ ધાનાણીએ શું કહ્યુ?

0
9

આજે ગુજરાત વિધાનસભાના એક દિવસીય સત્રમાં શરૂઆતમાં જ કોંગ્રેસ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. આ હોબાળાના પગલે રાજ્યપાલ પોતાનું પ્રવચન ટુંકાવીને ગૃહ છોડી ચાલ્યા ગયા હતા જ્યારે વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ ગૃહની બહાર આવીને કેમ હોબાળો કરવામાં આવ્યો તેનો ખુલાસો કર્યો હતો.

  • વિધાનસભાની શરૂઆત થતા જ કોંગ્રેસના ધારાસભ્યોનો હોબાળો
  • હોબાળો બાદ બહાર નિકળતા વિપક્ષના નેતાની પ્રતિક્રિયા
  • વિવિધ પ્રશ્નો પર સત્રના દિવસો વધારવા માંગ કરી હતીઃ ધાનાણી

વિધાનસભાની શરૂઆત થતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ હોબાળો મચાવ્યો હતો. ત્યારે હોબાળો બાદ બહાર નિકળતા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે અમે વિવિધ પ્રશ્નો પર સત્રના દિવસો વધારવા માંગ કરી હતી. સરકારને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.

સરકારે એકપક્ષીય નિર્ણય લીધો

જો કે સરકારે એકપક્ષિય રીતે નિર્ણય કરી લીધો. અમારી માગ રાજ્યપાલે પણ ઠુકરાવી દીધી. પરેશ ધાનાણીએ કહ્યું કે સરકાર ભારતીયોના અધિકાર છીનવવાનું કામ કરે છે. CAAની વાહવાહ કરવા પ્રસ્તાવ લાવવાનો પ્રયાસ કર્યો છે. ત્યારે લોકશાહીને ફરી ગુલામમાં ધકેલાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here