ગુજરાતમાં ઠંડીને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો

0
22

અમદાવાદ: ગુજરાતીમાં ફરી એકવાર ઠંડીનો અહેસાસ થશે. હવામાન વિભાગની આગાહી મુજબ, ગુજરાતમાં ફરી એકવાર લોકોએ કડકડતી ઠંડીનો સામનો કરવો પડશે. હવામાન વિભાગે મોટી આગાહી કરી છે કે, ગુજરાતમાં હજુ ઘણી ઠંડી બાકી છે.

રવિવારે અને આજે એટલે સોમવારે સવારે ઠંડીનો જોરદાર ચમકારો લોકોએ અનુભવ્યો હતો. ખાસ કરીને પવનની ગતિ વધુ રહેવાના કારણે લઘુત્તમ તાપમાન એટલું બધું નીચું ગયું નહોતું છતાં પણ ગરમ કપડાં પહેરવા પડે તેવી ઠંડી અનુભવાઈ રહી હતી. હવામાન વિભાગના અધિકારીએ કહ્યું હતું કે, હજુ ઘણી ઠંડી બાકી છે.

હવામાન ખાતાએ આગાહી કરતા જાહેર કર્યું છે કે, આગામી ત્રણ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં સરેરાશ 4 ડિગ્રીનો વધારો થશે. એટલે કે ઠંડી ઘટશે. સમગ્ર ગુજરાતમાં વાતાવરણ સુક્કું રહેશે. રાજ્યનું સરેરાશ લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહેશે. રાજ્યમાં સૌથી વધુ ઠંડી નલિયામાં 6.2 ડિગ્રી નોંધાઈ હતી.

ખાસ કરીને દિવસે પવનની ઝડપ વધુ રહેવાના કારણે લોકોને ગરમ કપડાં પહેરવાની ફરજ પડી હતી. ગુજરાતના અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો હતો. જેમાં કંડલા એરપોર્ટ 10.9, ભૂજ 11.4, કેશોદ 10.6, ડીસા 11.8નો સમાવેશ થાય છે.