આફ્ટર પ્લે એટલે શું ? સંભોગ બાદ પાર્ટનર ને કરો એવી રીતે સ્પર્શ કે …..

0
4

ઈંટરકોર્સ બાદ પોતાના સાથી સાથે કેટલોક સમય વીતાવો તેને આફ્ટર પ્લે કહેવામાં આવે છે જેમાં કડલિંગ, સ્પૂનિંગ, ટૉકિંગનો સમાવેશ થાય છે. એક્સપર્ટ અનુસાર આફ્ટર પ્લેથી પાટનરની વચ્ચે ઈમોશનલ બોડિંગ વધે છે.


ઈંટરકોર્સ પછી મોટાભાગના કપલ પોતાની દુનિયામાં ખોવાઈ જાય છે. બની શકે કે તમે પણ આવું કઈંક કરતા હો. બેડના એક ખુણામાં આરામથી સુઈ જતા હો. આવુ ન કરશો કેમકે આ એ સમય છે જેમાં તમારા સાથીને તમારી સૌથી વધારે જરૂર હોય છે.

કેટલાક કપલ માત્ર સેક્સ કરવાજ મળતા હોય એ રીતે સેક્સ કરીને તરતજ છુટાં પડી જતા હોય છે આનાથી કેટલીક વાર તમારા પાત્રને એવુ ફીલ થાય છે કે તમે થોડા સ્વાર્થી છો. બની શકે કે તમને સેક્સ કર્યા પછી ઉંઘ આવે કે પછી થાક લાગતો હોય તમારે તમારા સાથીને પ્રેમથી ગળે લગાવવા જોઈએ. થોડી વારનો એ સ્પર્શ તમારી રિલેશનશીપને વધારે મજબુત બનાવી દેશે.

સેક્સ દરમિયાન સૌથી વધારે ધ્યાન ઈંટરકોર્સ પર આપવામાં આવે છે. પણ શું તમે જાણો છો કે ફક્ત ઈંટરકોર્સએ સેક્સમાં સંતુષ્ટિનું કારણ હોતુ નથી. જો તમે તમારા સાથી સાથે સેક્સ એન્જોય કરવા માંગો છો તો ફોરપ્લે જેટલો જ સમય આફ્ટર પ્લે પર પણ આપો.