હાલ ભારતમાં વાસ્તુશાસ્ત્રની જેમ જ ફેંગશુઈના ઉપાયોનું ચલણ વધી રહ્યુ છે. લોકો હવે ઘરમાં રહેલા વાસ્તુદોષ પ્રત્યે જાગૃત થવા લાગ્યા છે અને તેના નિવારણ માટે પણ અવનવી ટિપ્સ અપનાવી રહ્યા છે. ફેંગશુઈનો સંબંધ ચીની વાસ્તુ શાસ્ત્ર સાથે રહેલો છે. ફેંગશુઈ જળ અને વાયુ પર આધારિત છે. જે પ્રકારે ભારતીય વાસ્તુ શાસ્ત્રમાં નકારાત્મક ઉર્જા અને તેની શક્તિઓને રોકવા માટે સકારાત્મક ઉર્જાને વધારવા અલગ અલગ વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવે છે એ જરીતે ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં પણ નકારાત્મક ઉર્જાને ઓછી કરી સકારાત્મક ઉર્જાને વધારવા માટે અસરકારક ઉપાય દર્શાવવામાં આવ્યા છે.
ફેંગશુઈની કેટલીક ટિપ્સ અપનાવીને આપણે જીવનમાં સકારાત્મક બદલાવ લાવી શકીએ છીએ. ઘર પર સુખ સમૃદ્ધિને જાળવી રાખવા ફેંગશુઈના કેટલાક ઉપાય આજે તમારા માટે લઈને આવ્યા છીએ જેનાથી તમે સુખ શાંતિ પ્રાપ્ત કરી શકો છો.
ત્રણ સિક્કા
ઘરના મુખ્ય દરવાજે ત્રણ જુના સિક્કાને લાલ રિબીનથી લટકાવી રાખવાથી સુખ અને સંપત્તિ આવે છે. ત્રણ સિક્કાઓને રિબીનમાં બાંધીને તેને ઘરના મુખ્ય દ્વાર પર લટકાવવાથી સમૃદ્ધિ આવે છે પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે સિક્કાઓ ઘરની અંદર તરફ હોવા જોઈએ. બહાર તરફ હશે તો પરિણામ પ્રાપ્ત થશે નહી. વાંસનો છોડ.
ચીની માન્યતા અનુસાર વાંસનો છોડ ઘરમાં લગાવવાથી વ્યક્તિના જીવનમાં તરક્કી અને ખુશિઓ આવે છે. વાંસનો છોડ એટલે બામ્બુ, માન્યતા છે કે સમયની સાથે આ છોડ જેટલો મોટો થાય છે વ્યક્તિના જીવનમાં એટલીજ પ્રગતિ થાય છે.
ત્રણ પગવાળો દેડકો
ચીનમાં દેડકાને દેવી લક્ષ્મીનું પ્રતિક માનવામાં આવે છે. અહીંના ઘરો પર દેડકાઓનું ચિત્ર બનાવવામાં આવે છે. ફેંગશુઈનો દેડકો ખાસ હોય છે. જેના ત્રણ પગ અને મોંમા એક સિક્કો હોય છે.આ દેડકાને હંમેશા ઘરની બહાર રાખવામાં આવે છે.
વિન્ડ ચામ
ચીની વાસ્તુશાસ્ત્ર ફેંગશુઈમાં ઘરના મુખ્ય દરવાજે નાની નાની ઘંટી લકટાવવાને વિન્ડ ચામ કહે છે કહે છે કે આના રણકારથી વાતાવરણમાં સકારાત્મક ઉર્જા આવે છે.
માછલીઓ
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં માછલીઓ રાખવાથી સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે. માછલીઘરને મુખ્ય રૂમમાં પૂર્વ- દક્ષિણ પૂર્વ દિશામાં રાખવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. એક્વેરિયમમાં 9 ગોલ્ડફિશ રાખવાથી જેમાં 8 સોનેરી અને 1 કાળા રંગની માછલી હોય તેને શુભ માનવામાં આવે છે.