ઇમરાનની અમેરિકા યાત્રાની ફળશ્રુતિ શું ?, અમેરિકાએ એક ફદિયું પણ આપ્યું નહીં

0
22

ઇસ્લામાબાદ, તા. 26 જુલાઇ 2019, શુક્રવાર

પાકિસ્તાની વડા પ્રધાન ઇમરાન ખાને પોતાની વડા પ્રધાન તરીકેની પહેલી અમેરિકા મુલાકાતના અંતે ઇસ્લામાબાદ એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં પોતાની અમેરિકા મુલાકાતને સુપરહિટ ગણાવી હતી. તેમણે એવો દાવો કર્યો હતો કે મને એમ લાગે છે કે હું વર્લ્ડ કપ લઇને આવ્યો છું.

હકીકત એ છે કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમરાન ખાનને એક ફદિયું પણ આપ્યું નથી એમ સીએનએનના એક રિપોર્ટમાં જણાવાયું હતું. વાસ્તવમાં અમેરિકાએ ગયા વરસે પાકિસ્તાનને આપવા ધારેલી 1.3 અબજ ડૉલરસની સુરક્ષા સહાય રોકી પાડી હતી અને ટ્રમ્પે કહ્યું હતું કે પાકિસ્તાને આજ સુધી અમેરિકાન જૂઠ્ઠાણાં અને દગા સિવાય કશું આપ્યું નથી. પાકિસ્તાન હાલ અભૂતપૂર્વ દેવામાં ડૂબેલું છે. તાજેતરમાં ઇન્ટરનેશનલ મોનેટરી ફંડે પાકિસ્તાનને છ અબજ ડૉલરની બેલ આઉટ મદદ જાહેર કરી હતી.

ઇમરાન ખાનની આ અમેરિકા મુલાકાત દરમિયાન બંને વચ્ચે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાંથી આતંકવાદ નાબૂદ કરવા સિવાયની કોઇ વાતચીત થઇ નહોતી એમ અમેરિકી સૂત્રોએ જણાવ્યું હતું. વધુમાં વધુ ઇમરાનને અમેરિકી પ્રમુખ સાથે યાદગીરી રૂપે ફોટા પડાવવા મળ્યા હતા એથી વિશેષ કશું મળ્યું હોય એવું બંનેમાંથી કોઇ પક્ષે મિડિયા સમક્ષ જાહેર કર્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here