મહિલાઓની શારીરિક જરૂરિયાત શું છે? તે જણાવશે ફ્લોરાની શોર્ટ ફિલ્મ ‘ચડ્ડી’

0
37

આ શોર્ટ ફિલ્મમાં ફ્લોરા એક એવા લગ્ન નીભાવતાં થાકી ગઈ છે જેમાં તો ન પ્રેમ છે અને ન તો શારિરીક સંબંધોને લઈને કોઈ ઉત્સાહ. ફિલ્મમાં ઓફિસવર્કના બોજ હેઠળ દબાયેલા પતિની ભૂમિકા નિતેશ પાંડેએ નીભાવી છે. લોરાએ જે પાત્ર ભજવ્યું છે તેનું નામ મિસેજ ચડ્ડા છે અને તેના બોરિંગ જીવનમાં ઉથલ-પાથલ ત્યારે થાય છે યારે તેના ઘરની બાલકનીમાં કોઈ પુરુષની આકર્ષક ચડ્ડી આવીને પડે છે. અહીંથી એ ચડ્ડીના માલિકની શોધ શરૂ થાય છે. તેનો અતં મિસેજ ચડ્ડાની ખુદની જિંદગી અંગેની વાસ્તવિકતા સાથે થાય છે.

ફ્લોરાએ પોતાના પાત્રને શ્રેષ્ઠ રીતે ભજવ્યું છે. નિતેશે પણ તેનો પૂરો સાથ આપ્યો છે. એક મોટા મેસેજ સાથે આ શોર્ટ ફિલ્મમાં જબરદસ્ત કોમેડી પણ છે. આ શોર્ટ ફિલ્મના ડાયરેકટર અંબર ચક્રવર્તી પહેલાં પણ અનેક પુરસ્કાર જીતી ચૂકયા છે. તેમણે કહ્યું કે ચડ્ડી દ્રારા સકારાત્મક મેસેજ આપવાની કોશિશ કરવામાં આવી છે. સાથે જ મનોરંજનનો પણ પૂરો ખ્યાલ રાખવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં મહિલાઓની સેકસ્યુઅલ ફ્રીડમ અને હોમોફોબિયા જેવા મામલાના ઉકેલ માટે સમાજમાં બેવડી માનસિકતા છે.

લોરાએ બોરિંગ અને એકલતા સામે ઝઝૂમી રહેલી હાઉસવાઈફની ભૂમિકામાં જબદરસ્ત કામ કયુ છે. નિતેશે પણ ઓફિસના કામના બોજ હેઠળ દબાયેલા પતિનું પાત્ર ગજબ રીતે ભજવ્યું છે. ફિલ્મનું નિર્માણ એડિકટ સ્ટુડિયોઝે કયુ છે. આ ફિલ્મને અત્યાર સુધી ૨ મિલિયનથી વધુ લોકોએ જોઈ લીધી છે. ચડ્ડીની સફળ રિલિઝ બાદ સ્ટેશન માસ્ટર ફલ કુમાર આવી રહી છે જેમાં નમિત દાસ કામ કરી રહ્યા છે અને પાપોને ખૂબસુરત ગીત ગાયું છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here