Monday, October 25, 2021
Homeરામનાથ કોવિંદે એવો તે કયો આદેશ કર્યો, કાશ્મીરમાંથી એક ઝાટકે કલમ 370...
Array

રામનાથ કોવિંદે એવો તે કયો આદેશ કર્યો, કાશ્મીરમાંથી એક ઝાટકે કલમ 370 નાબૂદ

જમ્મુ-કાશ્મીરને લઇ મોદી સરકારે ઐતિહાસિક પગલું લીધુ છે. જમ્મુ-કાશ્મીર હવે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયો છે. સાથે જ ઘાટીમાં કલમ 370 દ્વારા જે વિશેષ અધિકારો મળ્યા હતા તે પણ સમાપ્ત થઇ ગયા છે. આ સિવાય કેન્દ્ર સરકારે લદ્દાખને જમ્મુ-કાશ્મીરથી અલગ કરી દીધુ છે. એટલે કે, લદ્દાખ હવે એક અલગ રાજ્ય બનશે.

ગૃહ મંત્રી અમિત શાહએ રાજ્યસભામાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આપવામાં આવેલ મંજૂરીને રજૂ કરી હતી. તેમણે સદનમાં સંકલ્પ પત્રને વાંચ્યો. જેના પછી સદનમાં હંગામો શરૂ થઇ ગયો.

તમને જણાવી દઇએ કે, ગૃહમંત્રી અમિત શાહએ સોમવારે રાજ્યસભામાં જમ્મુ-કાશ્મીરને લઇ બે સંકલ્પ અને બે બિલ રજૂ કર્યા. જેના પછી સદનમાં હંગામો થયો અને વિપક્ષે હંગામો શરૂ કરી દીધો.

આ સિવાય મોદી સરકારે જમ્મુ-કાશ્મીરનું પુનર્ગઠન બિલ રજૂ કરવામાં આવ્યું છે. આ અંતર્ગત જમ્મુ-કાશ્મીરથી લદ્દખને અલગ કરી દેવામા આવ્યું છે. લદ્દાખને કોઈ પણ રાજ્ય વિના વિધાનસભા સંઘનો દરજ્જો આપવામાં આવ્યો છે.

અમિત શાહ તરફથી જાહેર કરાયેલ નિવેદનમાં કહેવામા આવ્યું કે, લદ્દાખના લોકોની ખુબ લાંબા સમયથી માંગ રહી છે કે લદ્દાખને કેન્દ્ર શાસિત રાજ્યનો દરજ્જો આપવામાં આવે, જેથી અહિંયા રહેનારા લોકો પોતાના લક્ષ્‍યને હાંસલ કરી શકે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments