જેની રાહ જોવાતી હતી તે Honda Activa 6G થયું લૉન્ચ, જાણો કિંમત અને ફીચર્સ

0
74

ગત કેટલાંય વર્ષોથી સ્કૂટરના માર્કેટમાં Honday Activa નો દબદબો છે. હવે કંપનીની મોસ્ટ અવેટેડ Activa 6G ની પણ રાહ ખતમ થઈ છે. બુધવારે હોન્ડા Activa 6Gનું લૉન્ચિંગ થયું છે.

Honday Activa દબદબો યથાવત
માર્કેટમાં લોન્ચ થયુંActiva 6G સ્કૂટર
કિંમત 63912 રૂપિયા રાખવામાં આવી છે
જાણકારી મળ્યા પ્રમાણે હોન્ડાએ Activa 6G સ્કૂટરની કિંમત 63912 રૂપિયા રાખવામાં આવી છે. નવું સ્કૂટર બંને વેરિયન્ટ (સ્ટાન્ડર્ડ અને ડીલક્સ)માં ઉપલબ્ધ છે.

Active 5Gની કમ્પેરિઝનમાં લગભગ 8000 રૂપિયા વધારે

નવા Active 6G ની કિંમત જૂના મોડલ એટલે Active 5Gની કમ્પેરિઝનમાં લગભગ 8000 રૂપિયા વધારે છે. નવા સ્કૂટરમાં અપડેટેડ ઍન્જિન, વધારે માઈલેજ અને કેટલાંય નવા ફીચર્સ મળશે.

BS6માં અપગ્રેડેડ એન્જીન આપવામાં આવ્યું છે

નવા હોન્ડા ઍક્ટિવામાં BS6 કમ્પ્લાયન્ટ 190ccનું ઍન્જિન અપાયું છે. BS6માં અપગ્રેડ કરવા ઉપરાંત આ ઍન્જિનમાં કાર્બોરેટરની જગ્યાએ ફ્યૂઅલ ઈન્જેક્શન સિસ્ટમ શામેલ કરવામાં આવ્યું છે. નવા ઍક્ટિવા 6Gનું ઍન્જિન 8000 rpm પર 7.68 bhpનો પાવર અને 5250 rpm પર 8.70 Nm પીક ટૉર્ક જનરેટ કરે છે. કંપનીનો દાવો છે કે નવા ઍક્ટિવામાં જૂના મૉડલથી 10 ટકા વધારે માઈલેજ મળશે. ઍક્ટિવા 5G ના મુકાબલે નવા સ્કૂટરનો પાવર થોડો ઓછો છે. ઍક્ટિવા 5Gમાં અપાયેલું BS4 ઍન્જિન 7.96hp નો પાવર જનરેટ કરે છે.

આ સ્કૂટર 6 કલરના ઑપ્શનમાં ઉપલબ્ધ

સ્ટાઈલિંગની વાત કરીએ તો જૂના મોડલના મુકાબલે Activa 6Gમાં નવા ફ્રેન્ટ ઍપ્રન અને રિવાઈઝ્ડ LED હેડલેમ્પની સાથે પાછળની તરફ પણ કેટલાંક બદલાવ કરાયા છે. નવા મૉડલની સાઈડ પેનલ પર પણ નાના બદલવા જોવા મળશે. ઑવરઓલ લૂકની વાત કરીએ તો Activa 6G ઘણી હદ સુધી જૂના ઍકટિવા જેવું જ દેખાય છે. આ સ્કૂટર 6 કલરના ઑપ્શનમાં ઉપલબ્ધ છે.

ફીચર્સ
નવા ઍક્ટિવામાં સેમી-ડિજિટલ ઈન્સ્ટ્રુમેન્ટ કન્સોલ, રિમોટ હૅચ ઓપનિંગની સાથે મલ્ટી ફંક્શન-કી સહિત અન્ય ફીચર્સ શામેલ કરાયા છે. નવા સ્કૂટરમાં નવું સાઈલેન્ટ-સ્ટાર્ટ ACG મોટર અપાઈ છે, જે કંપનીએ પ્રથમ વખત ગયા વર્ષે લૉન્ચ કરાયેલા ઍક્ટિવા 125માં આપ્યું હતું. Activa 5G ની સરખામણીએ નવા મૉડલની સીટ લાંબી છે અને વ્હીલબેઝ પણ વધ્યો છે.

બુકિંગ અને ડિલિવરી
હોન્ડાએ પોતાના નવા સ્કૂટરનું બુકિંગ શરૂ કરી દીધું છે. જ્યારે સ્કૂટરની ડિલીવરી જાન્યુઆરી અંત અથવા ફેબ્રુઆરીની શરૂઆતથી થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here