Friday, August 12, 2022
HomeWhatsAppની આ ટ્રિક્સનો ઉપયોગ કરવાથી વાતો કરવાની મજા થઇ જશે બમણી
Array

WhatsAppની આ ટ્રિક્સનો ઉપયોગ કરવાથી વાતો કરવાની મજા થઇ જશે બમણી

- Advertisement -

લોકો સતત WhatsAppનો ઉપયોગ કરી રહ્યા છે, માટે જ હવે WhatsApp તેના યૂઝર્સની સરળતા માટે નવા ફિચર્સ લઇને આવી રહ્યુ છે. તો ચાલો અહીં અમે તમને જણાવીશું whatsAppની કેટલીક ખાસ ટ્રિક્સ વિશે જે તમને ખૂબ જ કામમાં આવશે..

તમે WhatsAppમાં પોતાની માતૃભાષામાં ચેટિંગ કરી શકો છો અને મેસેજ મોકલી શકો છો. WhatsAppમાં અંગ્રેજી સિવાય 10 ભારતીય ભાષાઓમાં ચેટિંગ કરી શકાય છે અને તેમાં ગુજરાતી ભાષા પણ ઉપલબ્ધ છે.

WhatsAppમાં પોતાની માતૃભાષા સેટ કરવા માટે સૌપ્રથમ સેટિંગ્સમાં જાઓ. ત્યાં પછી Chats પર ક્લિક કરો. Chats પર ક્લિક કર્યા પછી તેમાં ઘણા ઑપ્શન જોવા મળશે. આ ઑપ્શનમાં સૌથી ઉપર આપવામાં આવેલા App Language વિકલ્પ પર ક્લિક કરો અને અહીં તમે તમારી માતૃભાષા પસંદ કરી શકો છો.

WhatsAppમાં પોતાની પસંદગીની ભાષા પસંદ કર્યા પછી તમારા ફોનના સેટિંગ્સમાં જાઓ. Settingsમાં ગયા પછી System પર ક્લિક કરો. તમે જેવા System પર  ક્લિક કરશો કે તરત જ તમારી સામે ઘણાં વિકલ્પ જોવા મળશે. જેમાં Languages & input (Gboard) ઓપ્શન પર ક્લિક કરો અને ત્યારબાદ જોવા મળતા લેંગ્વેજ ઓપ્શનમાં જઇને પોતાની ભાષા ઉમેરી દો.

WhatsAppમાં જો તમે કોઈ મેસેજ બોલ્ડ લેટર્સમાં મોકલવા માગો છો તો મેસેજની પહેલા અને પછી * લખવું, જો તમારે How are you બોલ્ડ અક્ષરમાં મોકલવું હોય તો*How are you* લખો અને મોકલશો તો તમારું આ લખાણ બોલ્ડ અક્ષરમાં પહોંચી જશે. જો તમે કોઇ પણ લખાણ ઇટાલિકમાં મોકલવા માગો છો તો મેસેજની પહેલા અને પછી _ (અંડરસ્કોર) ટાઈપ કરો અને આ રીતે તમારો મેસેજ ઈટાલિકમાં પહોંચી જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular