Sunday, October 17, 2021
HomeWhatsAppમાં આવી એક શાનદાર અપડેટ, માત્ર એક બટન દબાવીને કરો ગ્રુપ કોલિંગ
Array

WhatsAppમાં આવી એક શાનદાર અપડેટ, માત્ર એક બટન દબાવીને કરો ગ્રુપ કોલિંગ

દુનિયાની સૌથી મોટી મેસેજિંગ એપ WhatsApp જલ્દી એક નવુ અપડેટ લાવી રહી છે. WhatsAppમાં ગ્રુપ કોલિંગ કરવા માટે મળશે અલગથી એક બટન. કંપનીએ ગત વર્ષે ઓગસ્ટમાં ગ્રુપ વોઇસ અને વીડિયો કોલિંગ ફિચર લોન્ચ કર્યુ હતુ, પરંતુ તેની પ્રોસેસ થોડી લાંબી હતી. જેના કરાણે કંપની આ નવુ અપડેશન લાવી છે.

હવે WhatsAppમાં ગ્રુપ કોલિંગ માટે અલગથી એક બટન આપવામાં આવ્યુ છે. આ ફિચર એન્ડ્રોઇડ યૂઝર્સને જલ્દી આગામી અપડેટમાં મળી જશે. જેમાં તમે એક બટન સાથે એક કરતા વધુ લોકો સાથે ડાયરેક્ટ વીડિયો કોલ કરી શકશો.

સૌથી પહેલા તો તમે જે ગ્રુપમાં નામ પર ક્લિક કરો અને તેની બાજુમાં રહેલા ફોનના રીસિવર જેવા આઇકોન પર ક્લિક કરો.

જેથી ગ્રુપમાં રહેલા મેમ્બરોના નામ અને નંબર દેખાશે. હવે તમે જે કોઇને ગ્રુપ કોલિંગ કરવા માંગો છો તે વ્યકિતના આઇકન પર ક્લિક કરો એટલે કે તે સિલેક્ટ થતા જશે અને ત્યારબાદ કેમેરા જેવું બટન દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે ગ્રુપ કોલિંગ શરૂ થઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments