Thursday, October 21, 2021
HomeWhatsappમાં તમને જોઈતું ફીચર આવી ગયું, હવે ગ્રુપની માથાકૂટમાંથી મળશે છૂટકારો
Array

Whatsappમાં તમને જોઈતું ફીચર આવી ગયું, હવે ગ્રુપની માથાકૂટમાંથી મળશે છૂટકારો

જો તમે whatsappનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે ખુશખબરીથી ભરેલા છે. જી હાં મોટાભાગે એવું થાય છે કે તારો કોઇ મિત્ર તમને પૂછ્યા વગર કોઇ પણ ગ્રુપમાં એડ કરી દે છે. પરંતુ તમે એમા એડ થવા ઇચ્છતા નથી. એવામાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે whatsapp એક એવું ફીચર લાવવા જઇ રહ્યું છે, જેમાં યૂઝરને કોઇ પણ whatsapp ગ્રુપમાં જોડતા પહેલા એની મંજૂરી લેવી પડશે.

વાસ્તવમાં આ ફીચરનું નામ ‘ગ્રુપ ઇન્વિટેશન’ છે. આ ફીચરના લોન્ચ થયા બાદ તમે જે ગ્રુપમાં એડ થવા ઇચ્છો છો એ જ ગ્રુપમાં એડ થઇ શકો છો. જણાવી દઇએ કે તાજેતરમાં જ iOS beta યૂઝર્સ માટે આ ફીચરને રોલ આઉટ કરવામાં આવ્યું હતું, તો હવે આ ફીચરને એન્ડ્રોઇડ બીટાના કોડમાં  WABetaInfoએ સ્પોટ કર્યા છે. જેને જલ્દીથી લોન્ચ કરવામાં આવશે.

WAbetainfo પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે હાલ આ ફીચર તમામ ડેવલેપમેન્ટ સ્ટેજ પર છે અને એને તમામ યૂઝર્સ માટે લોન્ચ એટલા માટે ના કરવામાં આવે કારણ કે એમાં કેટલાક સુધારા કરવાના બાકી છે.

જો તમે આ ફીચરને તમારા whatsapp અકાઉન્ટમાં અનેબલ કરવા ઇચ્છો છો તએ એના માટે તમારે પહેલા whatsapp સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ અકાઉન્ટમાં જવું પડશે. ત્યારબાદ તમારે પ્રાઇવેસીમાં જવું પડશે. ત્યારબાદ તમારી સામે લાસ્ટ સીન, પ્રોફાઇલ ફોટો, અબાઉટ સ્ટેટસ અને ગ્રુપ્સનો વિકલ્પ મળશે. જ્યાં તમને 3 વિકલ્પ Everyone, My contact, Nobody  જોવા મળશે. એમાં તમે તમારા પ્રમાણે પ્રાઇવેસી સિલેક્ટ કરી શકો છો.

આ ફીચરની સૌથી ખાસ વાત એ છે કે જ્યારે પણ તમને તમારો મિત્ર કોઇ ગ્રુપમાં એડ કરે તો તમને એની નોટિફિકેશન આવશે, જણાવી દઇએ કે આ નોટિફિકેશન એક ઇન્વિટેશન રિક્વેસ્ટ હશે જેને તમે 72 કલાકમાં એક્સેપ્ટ અથવા રિજેક્ટ કરી શકો છો.

જ્યારે તાજેતરમાં  WABetaInfo એ ટ્વિટ કરીને જાણકારી આપી છે કે whatsappએ પોતાના બીટા વર્ઝન માટે નવું ડિવાઇઝ ઉપલબ્ધ કરાવ્યું છે. આ રીડિવાઇઝ અપડેટથી વોટ્સએપના સેટિંગ વિકલ્પનો લુક અને લેઆઉટ બદલાઇ જશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments