પોતાના યૂઝર્સની સુવિધાને ધ્યાનમાં રાખતા દુનિયાની સૌથી જાણીતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ સતત અપડેટ્સ જારી કરી રહ્યું છે. ફેસબુકના સ્વામિત્વ વાળી આ ચેટિંગ એપ જલ્દીથી એક બીજી અપડેટ જારી કરી શકે છે. આ અપડેટ દ્વારા તમારા મિત્રોને ઓડિયો ફાઇલ્સ મોકલવી વધારે સરળ થઇ જશે.
વોટ્સએપથી જોડાયેલી જાણકારી રાખતી વેબસાઇટ WABetainfo પ્રમાણે, વોટ્સએપની એન્ડ્રોઇડ એપના બીટા વર્ઝન પર એક નવું ફીચર જોવા મળ્યું છે. વેબસાઇટે પોતાના એક ટ્વિટમાં લખ્યું છે કે, ‘વોટ્સએપ પોતાના કોન્ટેક્ટને ઓડિયો ફાઇલ મોકલવાની રીતમાં ફેરફાર પર કામ કરી રહ્યું છે. એમાં ઓડિયો ફાઇલનો ઓડિયો પ્રિવ્યૂ અને ઇમેજ પ્રિવ્યૂ જોવા મળશે. એક વખતમાં વધારેમાં વધારે 30 ઓડિયો મેસેજ પણ મોકલી શકાશે. આ ફીચર ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.’
WhatsApp beta for Android 2.19.1: WhatsApp is working on a new redesigned section to send audio files to contacts.
It supports audio preview and image preview of the audio file (if available).
Max 30 audio messages at a time.
FEATURE AVAILABLE IN FUTURE! pic.twitter.com/5hCIavpCcU— WABetaInfo (@WABetaInfo) January 7, 2019
ટ્વિટ સાથે નવા ફીચરનો ફોટો પણ પોસ્ટ કરવામાં આવ્યો છે. આ ફોટામાં ઓડિયો ફાઇલ્સ મોકલવાની રીત વર્તમાન ડીઝાઇનથી થોડી અલગ જોવા મળી રહી છે. ઉપરાંત એક સાથે જ 30 ફાઇલ સિલેક્શનની વાત પણ જોવા મળી રહી છે. ધ્યાનમાં રહે કે હાલ આ ફીચર એન્ડ્રોઇડ એપના બીટા વર્ઝન પર જ ઉપલબ્ધ છે. જો કે માનવામાં આવી રહ્યું છે કે કંપની જલ્દીથી એને એન્ડ્રોઇડ અને iOS એપ માટે ઉપલબ્ધ કરાવી શકે છે.
જણાવી દઇએ કે તાજેતરમાં વોટ્સએપ એ બે મોટા ફીચર જારી કર્યા હતા. એમાંથી એક ફીચર PiP મોડ હતો. એના દ્વારા યૂઝર્સ ચેટ પર આવેલા કોઇ પણ યૂટ્યૂબ અથવા ફેસબુક વીડિયો લિંકને સીધું ચેટમાં જ જોઇ શકે છે. હવે લિંકને સોર્સ પર રિડાયરેક્ટ કરવાની જરૂરીયાત પૂર્ણ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત ગ્રુપ ચેટ દરમિયાન પ્રાઇવેટ રિપ્લાયસની પણ સુવિધા આપવામાં આવી છે.